સરકારી તેલ કંપનીઓએ બુધવારે ૨૪ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર કર્યો છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ ૧૮ પૈસા અને ડીઝલ ૧૭ પૈસા સસ્તુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૦.૯૯ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.
ગત મહિને સતત ૧૬ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો હતો જેથી લગભગ દરેક શહેરમાં ઈંધણના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા.
તાજેતરના ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૦.૦૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૮૧.૩૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ જ રીતે મુંબઈમાં પેટ્રોલની કિંમત ૯૭.૪૦ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૮.૪૨ રૂપિયા પ્રતિ લીટર છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલનો ભાવ ૧૫ દિવસમાં ૧૦ ટકા જેટલો ઘટી ગયો છે. યુરોપમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે ત્યાં ઈંધણની માંગ ઘટશે તેવી શક્યતા છે. આ કારણે કાચા તેલની કિંમત ૭૧ ડૉલર પ્રતિ બેરલથી ઘટીને ૬૪ ડૉલર થઈ ગઈ છે.
Recent Comments