ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પંકજ શર્માએ આ આરોપીઓ પૈકી પ્રત્યેકને રુ. ૨.૫૦ કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે તેના ભૂતપૂર્વ કર્મચારી દિનેશ ચંદ અને અન્ય બે જણ પી.પી. બત્રા અને અનુપ સિંઘ એમ પ્રત્યેકને સાત-સાત વર્ષની કેદની સજા અને રુ. ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો. છેલ્લી કેટલીય રાત્રિઓ દરમ્યાન ખુબ વિચાર્યા બાદ હું એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યો હતો કે આ તમામ આરોપીઓ સજા કરવાને પાત્ર છે એમ મેજિસ્ટ્રેટ પંકજ શર્માએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ તમામ આરોપીઓ અત્યાર સુધી જામીન ઉપર બહાર મુક્તપણે ફરી રહ્યા હતા પરંતુ આજે કોર્ટના આદેશ બાદ તરત જ તેઓને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસ દુર્ઘટનાના પૂરાવા સાથે ગંભીર ચેંડા કરવા બાબતનો હતો અને સુપ્રીમ કોર્ટે પણ અંસલ બંધુઓને ગુનેગાર પૂરવાર કરતાં પ્રત્યેકને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જ જાે કે આ આરોપીઓએ જેલમાં વિતાવેલા સમયને ધ્યાનમાં રાખતાં અને તેઓ પૈકી પ્રત્યેક રુ. ૩૦ કરોડનો દંડ ભરે તે શરતે તેઓને છોડી મૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે તેઓના દંડની રકમમાંથી પાટનગરમાં ટ્રોમા સેન્ટરનું નિર્માણ કરવું એવી શરત નક્કી કરી હતી. યાદ રહે કે આજથી ૨૪ વર્ષ પહેલાં દિલ્હીના ઉપહાર સિનેમામાં બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ બોર્ડર ચાલી રહી હતી ત્યારે આ સિનેમાગૃહમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આજથી ૨૪ વર્ષ પહેલાં દિલ્હીના ઉપહાર સિનેમાગૃહમાં લાગેલી ભીષણ આગના કેસમાં દિલ્હીની ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી એવા સુશીલ અંસલ અને ગોપાલ અંસલને પૂરાવા સાથે ચેંડા કરવાના આરોપસર ગુનેગાર ઠરાવીને સોમવારે સાત-સાત વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી. યાદ રહે કે આ આગની દુર્ઘટનામાં ૫૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
૨૪ વર્ષ પહેલા ઉપહાર સિનેમાની આગ દુર્ઘટનામાં આરોપીને ૭ વર્ષની સજા

Recent Comments