fbpx
બોલિવૂડ

૨૪ વર્ષ બાદ રજનીકાંત બોલિવૂડમાં કમબેક કરશે, સાજિદ નડિયાદવાલાએ ફિલ્મ એનાઉન્સ કરી

કોરોના મહામારી બાદના સમયગાળામાં પાન ઈન્ડિયા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો છે. બોલિવૂડ અને સાઉથની ઈન્ડસ્ટ્રીએ એકબીજા સાથે સ્પર્ધા કરવાના બદલે સહકારથી આગળ વધવાનો ર્નિણય લીધો છે. પ્રભાસ અને યશના આગમન પહેલા પણ સાઉથના સ્ટાર્સની સમગ્ર દેશમાં બોલબાલા હતી. રજનીકાંત જેવા કલાકારો સાઉથ ઉપરાંત નોર્થ ઈન્ડિયા સધી બહોળો ચાહક વર્ગ ધરાવે છે. રજનીકાંતે ૨૪ વર્ષથી બોલિવૂડની કોઈ ફિલ્મ કરી નથી, પરંતુ હવે તેઓ આ વનવાસ પૂરો કરવાના છે. જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ રજનીકાંત સાથે ફિલ્મ એનાઉન્સ કરી છે.

સાજિદ નડિયાદવાલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રજનીકાંત સાથેનો ફોટોગ્રાફ શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં જણાવ્યુ હતું, મહાન રજનીકાંત સર સાથે કોલેબરેટ કરવાની તક એક સન્માન સમાન છે. અમે એક સાથે આ અવિસ્મરણિય સફર પર નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. સલમાન ખાન સાથે કિક ફિલ્મ ડાયરેક્ટ કરનારા સાજિદે પ્રોડ્યુસર તરીકે વરુણ ધવન સાથે ‘બવાલ’ બનાવી હતી. રજનીકાંતની પાન ઈન્ડિયા ફિલ્મ લાલ સલામ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રજનીકાંતનો લીડ રોલ નથી, પરંતુ સ્પેશિયલ રોલ છે. રજનીકાંતનની છેલ્લી બોલિવૂડ ફિલ્મ બુલંદી હતી. અનિલ કપૂર અને રવિના ટંડન સાથેની આ ફિલ્મ ૨૦૦૦ના વર્ષમાં રિલીઝ થઈ હતી. ત્યારબાદ રજનીકાંતની ઘણી ફિલ્મો હિન્દી ડબિંગ રિલીઝ થયું છે.

Follow Me:

Related Posts