૨૪ સપ્ટેમ્બર રાષ્ટ્રીય સેવા દિન N.S.S. સેવા ને સાર્થક કરતી રચનાત્મક સર્જનાત્મક મુહિમો ચિકિત્સા જનરક્ષણ આરોગ્ય રક્ષણ સામૂહિક સફાઈ પ્રૌઢશિક્ષણ રક્તદાન ઇસ્પિતાલોમાં જઈને રોગી ઓની સેવા

રાષ્ટ્રીય સેવા માટે વિદ્યાર્થીઓની અભિરુચિ કેળવવા માટે ૧૯૫૦ માં પ્રથમ શિક્ષા આયોગની ભલામણ બાદ શિક્ષામંત્રીઓ અને યુનિવર્સિટીઓના કુલપતિઓનાં સંમેલનોમાં ચર્ચા પછી શિક્ષા મંત્રાલય દ્વારા ૧૯૬૯-૭૦થી સમસ્ત સ્નાતક કક્ષા માટે “રાષ્ટ્રીય સેવા યોજના”( N.S.S. ) ની શરૂઆત થઈ તે વર્ષ ૧૯૬૯ મહાત્મા ગાંધીજીનું જન્મ શતાબ્દી વર્ષ હતું તે નોંધપાત્ર ગણાય ૧૯૬૯ માં રાષ્ટ્રીય સેવા યોજના ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓથી થઈ તે સંખ્યા વર્ષે વર્ષે વધતી જતાં આઠ લાખથી પણ વધારે થઈ છે અને યોજના બધાં રાજ્યોમાં બધી કૉલેજોમાં ચાલે છે વિદ્યાર્થીઓ વાલીઓ અધ્યાપકો સૌએ તેને આવકારી છે આ યોજનાથી યુવા વિદ્યાર્થીઓમાં જીવનની વાસ્તવિકતા સમજવાની જાગૃતિ આવી છે તેઓ લોકોની મુશ્કેલી સારી રીતે સમજી શકે છે અને તેનું વિશ્લેષણ કરી શકે છે અને તેથી શિક્ષણને સમાજની જરૂરિયાત મુજબ અનુકૂળ થવાનો એક સારો પ્રયત્ન છે વર્ષોવર્ષ ખાસ વિષય પરત્વે શિબિરો કરવામાં આવે છે દુષ્કાળના મુકાબલા માટે યુવાનો ( ૧૯૭૩ ) ગંદકી અને બીમારી વિરુદ્ધ યુવાનો ( ૧૯૭૪-૭૫ ) વૃક્ષારોપણ અને યુવાનો ( ૧૯૭૫ )આર્થિક વિકાસ માટે યુવાનો અને ગ્રામીણ પુનઃ નિર્માણ માટે યુવાનો ( ૧૯૭૬-૭૭ ) જેવા વિવિધ વિષયો ઉપર શિબિરો કરવામાં આવે છે કૉલેજના વિદ્યાર્થીઓની આ સેવાપ્રવૃત્તિ ઘણી વિકસી છે તેમાં સમાજસેવાના વિવિધ ક્ષેત્રે ઘણું સારું કાર્ય થાય છે જેમ કે ગામો વિકાસ માટે દત્તક લેવાં સમાજ સર્વે ચિકિત્સા જનરક્ષણ આરોગ્યરક્ષણ સામૂહિક સફાઈ પ્રૌઢશિક્ષણ રક્તદાન ઇસ્પિતાલોમાં જઈને રોગીઓને મદદ કરવી અનાથ અને વિકલાંગને સહાય વૃદ્ધસહાય વગેરે કુદરતી આપત્તિ રેલસંકટ દુષ્કાળ ધરતીકંપ સુનામી જેવા પ્રસંગોએ પણ આ સ્વયંસેવકો સારી કામગીરી કરી શકે છે રાષ્ટ્રીય સેવા યોજનાનો સિદ્ધાંત “મને નહીં તમને” ની સેવાનો છે તેનું પ્રતીક ચિહ્ન કોણાર્ક સૂર્યમંદિરના રથનું ચક્રનું છે કે જે સર્જન સંરક્ષણ અને વિકાસનું પ્રતીક છે ઉદ્દેશો સમાજસેવાના માધ્યમથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસનો હેતુ પાર પાડવા રાષ્ટ્રીય સેવા યોજનાના ઉદ્દેશો નીચે મુજબ છે ૧.લોકો સાથે મળીને કામ કરવું ૨.પોતાની જાતને રચનાત્મક અને સર્જનાત્મક સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત કરવા ૩. પોતાના અને લોકોના જ્ઞાનમાં વધારો કરવો ૪. મુશ્કેલીઓના ઉકેલ માટે પોતાની પ્રતિભાનો વ્યવહારિક ઉપયોગ કરવો પ્રજાતાંત્રિક નેતૃત્વને સક્રિય કરવા માટે દક્ષતા મેળવવી રોજગારીની આવડત કેળવવા વિકાસ કાર્યક્રમમાં કુશળતા મેળવવી શિક્ષિતો અને અભણ વચ્ચેનું અંતર દૂર કરવું સમાજના નબળા વર્ગની સેવા માટે ઇચ્છાશક્તિ જાગૃત કરવી રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો માટેની આચારસંહિતા ૧.બધા સ્વયંસેવકો કાર્યક્રમ અધિકારીએ જણાવેલ જૂથનેતાના માર્ગદર્શન હેઠળ કામ કરશે ૨.તે પોતાને સમૂહ સમાજના નેતૃત્વ માટે વિશ્વાસપાત્ર અને સહભાગી બનવા અનુકૂળ થશે ૩. કોઈ વિવાદાસ્પદ વિષયમાં ફસાઈ ન જવાય તે માટેની તે વિશેષ સાવધાની રાખશે જેવા ઉત્તમ આચરણો થી ઉજવતા રાષ્ટ્રીય સેવા દિવસે સર્વ જનહિતાર્થ સ્વયંમ સેવકો ને કોટી કોટી નમન
Recent Comments