૨૪ x ૭ ગ્રુપ – અમરેલી દ્વારા અમરેલીના ફાયર વિભાગના કર્મચારીઓનું અભિવાદન
સરકારના વિવિધ વિભાગોના નાના કર્મચારીઓનો જુસ્સો જળવાય રહે અને તેમનો ઉત્સાહ વધે તે માટે અમરેલીના ૨૪×૭ ગ્રુપ દ્વારા અભિવાદન – સન્માનના કાર્યક્રમો ચાલે છે. અગાઉ સંસ્થા દ્વારા વિદ્યુત વિભાગના ફિલ્ડમાં કામ કરતાં લાઈનમેનોનું અને પોલીસ વિભાગના કોન્સ્ટેબલ–હેડકોન્સ્ટેબલોના અભિવાદનના કાર્યક્રમો થઈ ચુકયા છે. તા. ૨/૧૨ના શનિવારે સાંજે અમરેલી શહેરના ફાયર વિભાગના ૨૬ ફાયરમેનોના સન્માન અભિવાદનનો એક કાર્યક્રમ ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ કેમ્પસમાં રાખેલ જેમાં ફાયર વિભાગના અમરેલી જીલ્લાના વડા ગઢવી સાહેબ તથા ૨૬ ફાયરમેનો ઉપસ્થિત રહયા હતા.
હાલ અમરેલીના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગમાં આગ લાગે તે સિવાય, પુર, અતિવૃષ્ટિ જેવી અણધારી કુદરતી આફતો તેમજ રોડ એકસીડેન્ટ કે મકાન પડવા જેવી ઘટનાઓમાં માણસોને બચાવવાની કામગીરી માટેના અદ્યતન સાધનો ઉપલબ્ધ છે. અમરેલીના આ વિભાગે મોરબીની પુલ તુટવાની દુર્ઘટનામાં કરેલ કામગીરી માટે ગુજરાત સરકાર દ્વારા પ્રસંશા થઈ હતી. માત્ર આગ લાગવા સમયે નહિં પણ કોઈપણ આકસ્મિક દુર્ઘટનામાં બચાવ કામગીરી કરવા માટે ખાસ ટ્રેઈનીંગ પામેલ કર્મચારીઓ આ વિભાગમાં કામ કરે છે.
૨૪×૭ ગૃપના ડો. ભરત કાનાબાર ઉપરાંત અજમેરા સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રાજુભાઈ કામદાર, ફોરવર્ડ સ્કુલના પૂર્વ શિક્ષક બીપીનભાઈ જોષી, આહિર સમાજના અગ્રણી અને સેવાભાવી કમલેશભાઈ ગરાણીયા, એડવોકેટ ચેતનભાઈ રાવળ, નયનભાઈ જોષી (બેદી) તથા દિનેશભાઈ વાઘેલા દ્વારા ફાયરમેનને અભિનંદનપત્ર ઉપરાંત શુભેચ્છાના પ્રતીક રૂપે ૧ કીલો ઓર્ગેનિક ગોળ આપવામાં આવેલ.
Recent Comments