૨૬માંથી ૨૬ બેઠકો જીવતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ કમનસીબે અમારી મહેનત થોડી ઓછી પડીનામી-અનામી દરેક લોકોનો હું આભાર માનું છુંઃ સી આર પાટીલ
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ૨૪ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે એક બેઠક ભાજપે બિનહરીફ જીતી હતી. જો કે, બનાસકાંઠાના વાત કરવામાં આવે તો આ બેઠક બીજેપીએ ગુમાવી પડી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો નવસારી વિધાનસભા પરથી ભવ્ય વિજય થયો છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટીઓ ૧૬મી અને ૧૭મી લોકસભા ચૂંટણીમાં ૨૬ માંથી ૨૬ બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી. આ ૧૮ મી લોકસભા ચૂંટણીમાં પણ ૨૬માંથી ૨૬ બેઠકો જીવતવાો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હતી. મતદાતા ભાઈ બહેનોની અમારા પ્રત્યે કોઈ નારાજગી હશે. જાણે અજામે અમારીથી કોઈ ભૂલ થઈ હશે.
જેના કારણે અમે માત્ર એક સીટ માત્ર ૩૧ હજાર મત માટે થઈ હારી ગયા છીએ.’
ગુજરાતની જનતાનો આભાર માનવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજવામાં આવી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં પોતાની જીત સાથે પાર્ટીએ ૨૪ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો તેની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ’કાર્યકર્તાઓની મહેનતના કારણે અમે આટલી મોટી માર્જીનથી જીત શક્યા છીએ. આ માટે ગુજરાતની જનતા, પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રેસ-મીડિયાના મિત્રો અને નામી-અનામી દરેક લોકોનો હું તમારા માધ્યમથી આભાર માનું છું.’
Recent Comments