૨૬ વર્ષનો યુવક અનેક પ્રયત્નો બાદ હોટ સીટ પહોંચ્યો, ૭૫ લાખના સવાલનો જવાબ ન આપી ક્વિટ કરી ગેમ
નવસારીના ચીખલી તાલુકાના નાના એવા ઘેજ ગામના ૨૬ વર્ષીય યુવાને કેબીસીની ૧૪મી સીઝનમાં હોટ સીટ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો અને ૫૦ લાખ રૂપિયા જેવી માતબર રકમ જીતી પિતાનુ સ્વપન પૂર્ણ કર્યું હતું. કરણ ઠાકોરે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. હાલ તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. નવસારીના ચીખલી તાલુાકના ઘેજ ગામમાં રહેતો કરણ ઠાકોર લાંબા સમયથી કેબીસીમાં પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. સોશિયલ મીડિયાની એક એપ્લીકેશનના માધ્યમથી પ્લે એલોન્ગ રમી કરણ કેબીસી-૧૪ માટે સિલિક્ટ થયો હતો. ફાસ્ટર ફિંગર ફર્સ્ટના રાઉન્ડમાં કરણે તેના ૯ પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખી હોટ સીટ સુધી પહોંચ્યો હતો અને અમિતાબ બચ્ચની સામે બેસવાનો મોકો મળ્યો હતો. કેબીસીની હોટ સીટ પર અમિતાબ બચ્ચનની સામે ગેમની શરૂઆત કર્યા બાદ કરણ ઠાકોરે શરૂઆતના પ્રશ્નોના જવાબ ફટાફટ આપી બચ્ચનને પ્રભાવિત કર્યા હતા. ૧૪ સવાલોના જવાબ આપી ૫૦ લાખ રૂપિયાની ધનરાશિ જીતવામાં સફળ રહ્યો હતો.
કરણ ઠાકોરે ૧૪ સવાલોના સાચા જવાબ આપી ૫૦ લાખ રૂપિયાની રકમ જીતી લીધી હતી. કરણે કહ્યું કે, ૭૫ લાખ રૂપિયાના ૧૫માં સવાલનો જવાબ તેને આવડતો હતો પણ તેમાં થોડો ડાઉટ હતો અને જાેખમ પણ વધુ હતું. જેથી જવાબ ન આપી ગેમ ક્વિટ કરી હતી. કરણ ઠાકોરની સાથે કેબીસીના સેટ પર તેમના પત્ની ખુશ્બુ ઠાકોર પણ ગયા હતા. ખુશ્બુ ઠાકોરે અમિતાબ બચ્ચન સાથે વાત કરતી સમયે ‘છુ કર મેરે મન કો…’ ગીત પણ ગાયું હતું. ખુશ્બુ ઠાકોરે કહ્યું હતું કે, તેમના પતિ કરણ ઠાકોર હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કર્યા છે. આ તૈયારીના કારણે કેબીસીના જવાબો આપવા આસાન બન્યા.
કરણ ઠાકોરે નાની ઉમરે ૫૦ લાખ જેવી માતબર રકમ જીત પોતાનું અને પરિવારજનોનું સપનું પૂર્ણ કર્યું છે. કેબીસીમાં જીતેલી રકમ તેના નાના ભાઈના અભ્યાસ માટે ખર્ચવા માગતો હોવાની વાત કરી હતી. ખેડૂતોને ખેડૂત હોવાનો ગર્વ થાય તેવી વાત કરણ ઠાકોર કેબીસીની હોટ સીટ પર કરી હતી. આમ તો કરણે કેમિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. હોટ સીટ પર અમિતાબ બચ્ચન સાથે વાતચીત કરતા કરણે કહ્યું હતું કે, હું ખેડૂત છું અને જિંદગીભર રહીશ.
Recent Comments