fbpx
સૌરાષ્ટ - કચ્છ

૨૭ દિવસ બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ધમધમતુ થયુઃ ખેડૂતો પાક લઇ ઉમટ્યા

કોરોનાની બીજી ઘાતક લહેર શરૂ થતા સંક્રમણ થતું અટકાવવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યા હતા. બાદમાં પરિસ્થિતિ કાબુમાં આવતા આજે ૨૭ દિવસ બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ કરવામાં આવ્યું છે. આજથી ફરી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે. માર્કેટ યાર્ડ શરૂ થતા ખેડૂતો, વેપારીઓ અને મજૂરોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજથી અલગ અલગ જણસીની આવકો શરૂ કરવામાં આવી છે. યાર્ડમાં આજથી ઉનાળુ પાકની કપાસ, મગ, તલ, મગફળી એરંડાની સહિતની આવક શરૂ થવા પામી છે જે બાદ આવતીકાલ સવારથી તમામ જણસીની રાબેતા મુજબ હરરાજી શરૂ કરવામાં આવશે. છેલ્લા ૨૭ દિવસથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંધ હતું જે ખુલતાની સાથે મોટા પ્રમાણ માં માલની આવક શરૂ થવા પામી છે. લાંબા સમય બાદ યાર્ડ શરૂ થતાં ખેડૂતો , વેપારીઓ અને મજૂરોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે વાવણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ખેડૂતોને સૌથી વધારે હાલમાં બિયારણ ખાતર લેવા માટે રોકડાની જરૂરિયાત હોય છે ત્યારે માર્કેટિંગ યાર્ડ શરૂ થતા ખેડૂતો માટે રાહતના સમાચાર કહી શકાય.

Follow Me:

Related Posts