અમરેલી

૨૭ સપ્ટેમ્બરથી ૧૮ ઓક્ટોબર દરમિયાન જિલ્લાકક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન

રમત ગમત વિભાગ દ્વારા હાલ કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ અંતર્ગત સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમત ગમત પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવનાર છે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A4 સાઈઝનાં ડ્રોઈંગ પેપર પર “નવરાત્રી(દશેરા)” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી ઉંમર આધાર પુરાવા(આધાર કાર્ડ/ ચૂટણી કાર્ડ) તેમજ સ્પર્ધકે કૃતિ પાછળ પોતાનું નામ સરનામું, મો.નંબર, ઈ-મેઈલ આઈ.ડી વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે. ૧૮/૧૦/૨૦૨૧ બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલીને મોકલવાની રહેશે. આ સ્પર્ધામાં અમરેલી જિલ્લામાંથી ત્રણ ચિત્રોની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. જેમાં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકી સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ.૫,૦૦૦/- પ્રોત્સાહક ઇનામ પણ અપાશે. આ સ્પર્ધાની વધારે માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ પર સંપર્ક કરવો.

Related Posts