fbpx
ગુજરાત

૨૭ હજાર લોકોના કોરોના મહામારીમાં મોત થયાઃ કોંગ્રેસ

કોંગ્રેસે ગુજરાતમાં કોરોનાના મૃતકોની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે, જે અંતર્ગત ૧૫ દિવસના સમય ગાળામાં ૨૭ હજાર જેટલા લોકોએ કોરોના મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેની માહિતી ભરીને લોકોએ ફોર્મ સબમિટ કરાવ્યા છે, ૧૦મી મે ના રોજ કોંગ્રેસે એક ગુગલ ફોર્મ જાહેર કર્યું હતું, જેમાં સ્વર્ગસ્થનું નામ, સરનામું, શહેર જિલ્લો, મૃત્યુનું સ્થળ, હોસ્પિટલનું નામ-સરનામું, મૃત્યુની તારીખ વગેરે માહિતી એકત્ર કરી છે.

આ દિવસોમાં ૧૭,૩૦૦ કરતાં વધુ લોકોએ ઓનલાઈન ગૂગલ ફોર્મ સબમિટ કર્યા છે, જ્યારે તાલુકા-જિલ્લા કોંગ્રેસ સમિતિના માધ્યમથી પણ ૧૦ હજાર જેટલા મેન્યુઅલ ફોર્મ ભરીને આવ્યા છે તેમ યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, અમને જે માહિતી મળી છે તે મુજબ ૨૨ ટકા લોકોએ એવી માહિતી આપી છે કે તેમના સ્વજનનું મૃત્યુ ઘરે થયું છે, ૭૭.૩ ટકા લોકોએ મૃત્યુ હોસ્પિટલમાં થયાનું જણાવ્યું છે, સરકારની અણઆવડતને કારણે, ઓક્સિજનના અભાવે, યોગ્ય સમયે સારવાર નહિ મળવાના કારણે, ઈન્જેક્શન નહિ મળવાના કારણે, વેન્ટિલેટર નહિ મળવાના કારણે અનેક લોકોના જીવ ગયા છે, સરકારની બેદરકારી અને ગુનાઈત કૃત્યોને કારણે લોકો મોતને ભેટયા છે.

ગુજરાતની જનતાએ ભાજપ સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો હતો, પણ આ વિશ્વાસ ગુમાવ્યો છે, દેશ અને દુનિયામાં ગુજરાતની છબિ ખરડાઈ રહી છે, સરકારને લોકો શંકાની દૃષ્ટિએ જાેઈ રહ્યા છે, આ સંજાેગોમાં સરકાર તાત્કાલિક કોરોના મહામારી સંદર્ભે શ્વેત પત્ર બહાર પાડે તેવી માગણી કોંગ્રેસે કરી છે, છેલ્લા એક વર્ષમાં મૃત્યુ નોંધાયા છે તેના આંકડા, વિગતો પબ્લિક પોર્ટલ પર મૂકવી જાેઈએ. હાઈકોર્ટે પણ નોંધ્યું હતું કે, ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે જીવી રહી છે.
કોંગ્રેસે પત્રકાર પરિષદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કોરોનાની જેમ મ્યૂકરમાઈકોસિસ રોગ મામલે પણ રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે, હજુ પણ લોકો ઈન્જેક્શન માટે રઝળપાટ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts