ગુજરાત

૨૮ લાખની જમીન કે પૈસા ન આપવા પડે તેથી મિત્રને જ મારી નાંખવાની કોશિશ કરાઈ

સાબરકાંઠાના વડાલી તાલુકાના હાથરવા ગામના કલ્પેશકુમાર નારાયણભાઇ પટેલ સાત વર્ષ અગાઉ ઇન્સ્યોરન્સ સર્વેનું કામ કરતા હોઇ વડગામ તાલુકાના ધોરી ગામના શ્રવણસિંહ રાવતસિંહ ડાભી અને હરીસિંહ રાવતસિંહ ડાભી સાથે પરિચયમાં આવ્યા હતા. જે પછી અવાર – નવાર મળવાનું થતાં ત્રણેય વચ્ચે મિત્રતા થઇ હતી.દરમિયાન પાંચ વર્ષ અગાઉ શ્રવણસિંહે ધોરી ગામના બસ સ્ટેન્ડ નજીક એક એકર આઠ ગુંઠા જમીન ખરીદવાનું કહી મધ્યસ્થી થયા હતા. અને જમીનની કિંમત ૨૮,૦૦,૦૦૦ નક્કી કરવામાં આવી હતી. જેમાં કલ્પેશકુમારે શ્રવણસિંહને રૂપિયા ૫,૦૦,૦૦૦ બાના પેટે આપ્યા હતા.

જાેકે, તે પછી શ્રવણસિંહે પોતાના મિત્ર કલ્પેશકુમારને વિશ્વાસમાં લઇ જમીન પોતાના નામે કરાવી હતી. અને ટુકડે ટુકડે રૂપિયા ૨૮,૦૦,૦૦૦ લઇ લીધા હતા. જાેકે, જમીન ફરી પોતાના નામે કરવાનું કહેતા શ્રવણસિંહ અને તેમનો ભાઇ હરિસિંહ ઝઘડા કરી સબંધ કટ કરવાનો પ્રયાસ કરતાં હતા. કલ્પેશકુમાર પોતાની કાર નં. જીજે. ૦૯. બી. એફ. ૨૫૨૭ લઇ ધોરીથી તેમના અન્ય મિત્ર ભાવુંસિંહ વિક્રમસિંહ ડાભીને બેસાડી પાલનપુર ગોવિંદાનગરમાં પોતાનું નવું મકાન બનતું હોઇ ત્યાં આવવા નિકળ્યા હતા. ત્યારે શ્રવણસિંહે પોતાની સ્ક્રોપીયો નં. જીજે. ૩૬. એસી. ૯૦૦૯ લઇ ગોળા ગામે રાહ જાેઇને ઉભા હતા. જ્યાં કલ્પેશકુમાર કાર લઇને પસાર થતાં તેમણે પીછો કર્યો હતો. અને દાનાપુરા ગામ નજીક દસ જેટલી ટક્કરો મારતાં કાર હાઇવે નજીકના ખેતરમાં પલટી ગઇ હતી. જેમાં કલ્પેશકુમાર અને ભાવુંસિંહને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બે શખ્સો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. શ્રવણસિંહે કારની ટક્કર મારતાં કલ્પેશકુમારની કાર રાયડાના ખેતરમાં પલટી ગઇ હતી. જ્યાં દોડી આવેલા લોકોએ બંનેને કારમાંથી બહાર કાઢ્યા હતા. તે વખતે શ્રવણસિંહનો ભાઇ હરિસિંહ ત્યાં આવ્યો હતો.

અને ઇજાગ્રસ્ત કલ્પેશભાઇનું ગળુ પકડી પેટના ભાગે લાતો મારી હતી. જ્યાં લોકોએ વધુ મારથી બચાવ્યા હતા. કલ્પેશકુમારે જમીનની સોદો કર્યા પછી શ્રવણસિંહે એવું કહ્યુ હતુ કે, જમીન આપનાર વ્યકિત માત્ર ધોરી ગામના વતનીને જ જમીન આપવા માંગે છે. બહારના વ્યકિતને જમીન વેચવા માંગતા નથી. આથી આ જમીન મારા નામે કરાવું છુ. પછી તમારા નામે કરાવીશ દહિશ. તેમ કહી રૂપિયા ૨૮,૦૦,૦૦૦ લઇ જમીન પોતાના નામે કરાવી દીધી હતી. જાેકે, કલ્પેશકુમારે તે પછી જમીન પોતાના નામે કરવાનું કહેતા મિત્ર શ્રવણસિંહનું પોત પ્રકાશ્યું હતુ. અને નાણાં પરત આપવા ન પડે તે માટે મિત્ર કલ્પેશકુમારને ગાડીની ટક્કર મારી જાનથી મારી નાંખવાની કોશિષ કરી હતી. કલ્પેશકુમાર પટેલ સાત વર્ષ અગાઉ ઇન્શ્યોરન્સ સર્વેનું કામ કરતાં હોઇ ઘોરી ગામે જતાં હતા. જ્યાં શ્રવણસિંહ અને હરિસિંહ સાથે મિત્રતા થઇ હતી. ગાઢ મિત્રતા થતાં તેઓ એક બીજાને ત્યાં સારા- નરસા પ્રસંગે પણ જતા હતા.

Related Posts