૨ મહિના ભારે વરસાદની હવામાનની આગાહી
ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ અંગે મોટી ચેતવણી આપી છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આસમયગાળામાં સામાન્ય કરતા વધુ વરસાદ પડશે. તેનું કારણ ઓગસ્ટના અંતમાં આવનારું લા નીના હશે. જાે કે ઓગસ્ટના મધ્યમાં ચોમાસામાં થોડો બ્રેક જરૂર જાેવા મળશે. પરંતુ તેનાથી બે મહિના દરમિયાન પડનારા કુલ વરસાદ પર બહુ વધુ ફરક પડશે નહીં. આ સાથે જ હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બરમાં પડનારો ભારે વરસાદ અનેક પ્રકારની મુશ્કેલીઓ નોતરી શકે છે.
અત્રે જણાવવાનું કે લા નીનાના પગલે ભારતમાં સારો વરસાદ પડે છે. જાે કે આ કારણે જે હાલાત ઊભા થશે તે મુશ્કેલીઓ ઊભી કરશે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ સપ્ટેમ્બરમાં લા નીના જે વરસાદ લાવશે, તેના પગલે શહેરોમાં પાણી ભરાવવાની અને પૂર જેવી સમસ્યાઓ પેદા થઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઈડની ઘટનાઓ જાેવા મળી શકે છે. આઈએમડીના જણાવ્યાં મુજબ જૂનમાં ભલે ભારતમાં સીઝનના વરસાદમાં ૧૧ ટકાનો ઘટાડો જાેવા મળ્યો પરંતુ જુલાઈમાં તેની ભરપાઈ થઈ ગઈ. આઈએમડી ચીફ મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યાં મુજબ જુલાઈમાં ૯ ટકા વધુ વરસાદ પડ્યો છે જે સામાન્ય કરતા વધુ છે.
આઈએમડી ચીફ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ચોમાસાની સીઝનના સેકન્ડ હાફમાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. જાે કે ઉત્તર પૂર્વના કેટલાક ભાગો સહિત પૂર્વ ભારત, લદ્દાખ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મધ્ય ભારત અને પ્રાયદ્વીપીય ભાગો તેનાથી વંચિત રહી શકે. ઓગસ્ટ માટે તેમણે આગાહી કરતા કહ્યું કે આ મહિનામાં દેશના વિવિધ ભાગોમાં સામાન્ય કે સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે.
તેમણે કહ્યું કે દક્ષિણ ભારતના કેટલાક ભાગો, ઉત્તરી પ્રાયદ્વીપીય ભારત, ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતને જાેડનારા કેટલાક ભાગો, ઉત્તર પશ્ચિમના કેટલાક ભાગો, દક્ષિણ પ્રાયદ્વિપીય ભારતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે. બીજી બાજુ આજે ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા સાત દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાઠા,ભરૂચ, તાપી, અરવલ્લી, નર્મદા, ડાંગમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હાલ ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્યુલેશન થતા સક્રિય થતા વરસાદ છે. ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધશે. અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે.
Recent Comments