ગુજરાત

૨ વર્ષમાં વીજળીના ૨૯ કામો કરવા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કમિટી બનાવી

છેલ્લા બે વર્ષથી ૧૫માં નાણાંપંચના વીજળીના રૂપિયા ૧.૬૩ કરોડના ૨૯ કામો નવા નિયમથી અટકી પડ્યા હતા. જાેકે રાજ્ય સરકાર દ્વારા કોઇ જ ર્નિણય લેવામાં નહી આવતા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરીને વીજળીના કામો મંજુર કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારની જેમ એપમાંથી ખરીદી કરીને કામો કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧૫માં નાણાંપંચ અંતર્ગત આપવામાં આવતી ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપયોગી વિકાસના કામો કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

તેમાંય કેવા કેવા પ્રકારના જ વિકાસના કામો ૧૫માં નાણાંપંચમાંથી કરવાની જાેગવાઇ કરવામાં આવી છે. જેના માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વિજળીકરણને લગતા વિકાસના કામોમાં સ્ટ્રીટલાઇટ, એલઇડી, હાઇમાસ્ક ટાવર, સીસીટીવી સહિતના કામો યુજીવીસીએલ દ્વારા કરાવવાનો નિયમ બનાવ્યો હતો. જાેકે ગાંધીનગર જિલ્લા પંચાયતને મળેલી ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી છેલ્લા બે વર્ષમાં રૂપિયા ૧.૬૩ કરોડના ૨૭ કામો કરવા માટે સામાન્ય સભામાં પ્રાથમિક મંજુરી આપી દેવામાં આવી છે. પરંતુ નવા નિયમને પગલે વીજળીકરણના કામો કરવા યુજીવીસીએલને લેખિત રજુઆત કરવામાં આવી હતી. જાેકે યુજીવીસએલ દ્વારા વીજળીકરણના કામો થઇ શકે તેમ નથી તેમજ સ્ટાફની ઘટ હોવાનું મૌખિક કારણ જણાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી વીજળીકરણના કામો કેવી રીતે કરવા તે અંગે રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. તેમ છતાં રાજ્ય સરકારમાંથી પણ કોઇ જ પ્રકારનો ર્નિણય લેવામાં નહી આવતા છેવટે ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી વીજળીકરણના કામો કરવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બનેલી કમિટીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, બાંધકામ સમિતિના ચેરમેન, હિસાબી અધિકારી, જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર તેમજ ચારેય તાલુકાના ટીડીઓનો સમાવેશ કર્યો છે. આ કમિટી દ્વારા વીજળીકરણના કામોને મંજુરી આપ્યા બાદ રાજ્ય સરકારની જેમ પોર્ટલ એપમાંથી ખરીદી કરીને કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હોવાનું જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું છે.

Related Posts