fbpx
બોલિવૂડ

૩૦૦ કરોડના ખર્ચે ઋતિક રોશન અને દીપિકાને લઈ ‘રામાયણ’ પર બનશે ફિલ્મ

રામાયણ પર આધારિત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મ બની ચુકી છે. ફિલ્મ નિર્દેશકો પોત-પોતાની રીતે આ કહાનીને દર્શકો સામે દર્શાવે છે. પરંતુ હવે એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે, ફિલ્મ નિર્માતા મધુ મેન્ટાના રામાયણ પર એક બીગ બજેટવાળી ફિલ્મ બનાવા જઈ રહ્યાં છે. મધુ મેન્ટાના આ ફિલ્મ પર ૩૦૦ કરોડ રૂપિયા બજેટ ખર્ચ કરવાનો ર્નિણય કર્યો છે. અહેવાલ અનુસાર ફિલ્મમાં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકા ભજવશે. કહેવામાં આવી રહ્યું છે કે, મધુની આ ફિલ્મ રામયણનું ડાયરેક્શન નિતીશ તિવારી કરવા જઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, નિતીશ તિવારી દંગલ જેવી ફિલ્મનું ડાયરેક્શન કરી ચૂક્યા છે. અહેવાલ અનુસાર, મધુ મેંન્ટાના માટે આ ફિલ્મ રામાયણ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ ફિલ્મ ૩ડ્ઢમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ પર કામ શરુ થઈ ગયું છે. રામાયણ એક મોટું મહાકાવ્ય છે જેને ત્રણ કલાકમાં દર્શાવવું આસાન નથી. તેથી મધુ મેન્ટાનાએ આ ફિલ્મને ૨ ભાગમાં બનાવવાનો ર્નિણય કર્યો છે.

Follow Me:

Related Posts