બોલિવૂડ

૩૦૦ કરોડનું બજેટ ધરાવતી ફિલ્મ માટે આલિયા ભટ્ટનો સંપર્ક


આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરના બીજા અઠવાડિયામાં શરૂ કરવાની યોજના છે. સૂત્રોનું કહેવું છે કે, દિગ્દર્શક કોરાતાલા શિવ આ ફિલ્મને નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં શરૂ કરવા માંગે છે. તેમનો ઇરાદો આવતા વરસની શરૂઆતમાં જ એટલે કે ૨૦૨૨માં આ ફિલ્મને રિલીઝ કરવા ઇચ્છે છે.સાઉથના જાણીતા દિગ્દર્શક કોરાતાલા શિવાએ પોતાના દિગ્દર્શનમાં બનનારી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર જૂનિયર એનટીઆર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં અભિનેત્રી અંગે હજી કોઇ ર્નિણય લેવામાં આવ્યો નથી. આ ફિલ્મ સાથે જાેડાયેલા સૂત્રના અનુસાર, આલિયા ભટ્ટ એનટીઆર ૩૦માં મુખ્ય ભૂમિકા નિભાવા માટે દિગ્દર્શક કોરાટાલા શિવા અને જૂનિયર એનટીઆર સાથે વાતચીત કરી રહી છે. આલિયાએ આ પ્રોજેક્ટમાં કામ કરવા રસ દાખવ્યો છે. નિર્માતાએ ઘણી અભિનેત્રીઓ સાથે વાતચીત કરી હતી જે હવે આલિયા પર પુરી થાય તેમ લાગી રહ્યું છે. ફિલ્મનું પ્રી પ્રોડકશન કામ ચાલી રહ્યું છે.

Related Posts