બોલિવૂડ

૩૦ વર્ષીય કોરોનાગ્રસ્ત યુવતીના અવસાન પર સોનુ સૂદે શોક પ્રગટ કર્યો

કોરોનાકાળમાં સોનુ સૂદ સતત મદદ કરતો જાેવા મળે છે. હાલમાં જ ૩૦ વર્ષીય કોરોનાગ્રસ્ત યુવતીના અવસાન પર એક્ટરે શોક પ્રગટ કર્યો હતો. આ યુવતીનો થોડા સમય પહેલાં જ એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં તે ‘લવ યુ જિંદગી’ ગીત સાંભળતી જાેવા મળી હતી. સોનુએ ભાવુક થઈને કહ્યું હતું, ‘ઘણું જ દુઃખદ. તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તે હવે ક્યારેય પોતાના પરિવારને જાેઈ શકશે નહીં. જીવન ઘણું જ અનફેર છે. કેટલાં જીવન, જે જીવવાના હકદાર હતા. તે આપણે ગુમાવી ચૂક્યા છીએ. આપણું જીવન ભલે ગમે તેટલું સામન્ય થઈ જાય, પરંતુ આ સમયમાંથી આપણે ક્યારેય બહાર આવી શકીશું નહીં.

૮ મેના રોજ યુવતીનો વીડિયો સો.મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલની ડૉ. મોનિકા લંગેએ પોતાના સો.મીડિયા હેન્ડલ પર વીડિયો શૅર કરતા કહ્યું હતું, ‘આ માત્ર ૩૦ વર્ષની છે. તેને ૈંઝ્રેં બેડ મળ્યો નથી. અમે છેલ્લાં ૧૦ દિવસથી કોવિડ ઈમરજન્સી મેનેજ કરી રહ્યાં છીએ. તે દ્ગૈંફ સપોર્ટ પર છે. રેમડેસિવર તથા પ્લાઝમા થેરપી અપાઈ ચૂકી છે. તે ઘણી જ સ્ટ્રોંગ યુવતી છે. તેણે સંગીત વગાડવવાનું કહ્યું હતું અને મેં તેને પરવાનગી આપી દીધી. શીખઃ ક્યારેય હિંમત ના હારો. આશા અમર છે.’

૧૪ મેના રોજ ડૉ. મોનિકાએ જ સો.મીડિયામાં યુવતીના મોતની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું, ‘મને દુઃખ છે. આપણે તે સાહસી આત્માને ગુમાવી દીધી. ઓમ શાંતિ. પ્લીઝ તેનો પરિવાર તથા બાળક આ દુઃખમાંથી બહાર આવે તેવી પ્રાર્થના કરજાે.’

Related Posts