રાષ્ટ્રીય

૩૧મી ડિસેમ્બરે મહારાષ્ટ્ર સરકારને વિદાય : ઉદ્ધવ ઠાકરે

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે ૩૧ ડિસેમ્બર સુધીમાં ર્નિણય આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ શિવસેના (ેંમ્‌) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે શિંદે સરકાર ૩૧ ડિસેમ્બરે વિદાય લેશે. વર્ષ ૨૦૨૩ ના અંત સાથે, ૩૧મી ડિસેમ્બર એ મહારાષ્ટ્રની અસમર્થ શિંદે સરકારનો છેલ્લો દિવસ હશે.. વાસ્તવમાં, વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના ૩૯ સમર્થકો શિવસેના સામે બળવો કરીને ભાજપમાં જાેડાયા હતા અને પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. આ પછી ઠાકરે જૂથ અને શિંદે જૂથે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે કોર્ટમાં એકબીજા વિરુદ્ધ અરજી કરી હતી.

હવે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને આદેશ આપ્યો છે કે તેઓ ૩૧ ડિસેમ્બર અથવા તે પહેલા બંને પક્ષોના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે ર્નિણય કરે.. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉદ્ધવ ઠાકરેએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે તેમના ધારાસભ્યો તેમજ વિધાન પરિષદના સભ્યોને પણ સુપ્રીમ કોર્ટના આદેશને વાંચવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ૩૧ ડિસેમ્બરે અમે મહારાષ્ટ્રની અસમર્થ સરકારને અલવિદા કહીશું. તેમણે કહ્યું કે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બંધારણની ૧૦મી અનુસૂચિની પવિત્રતા જાળવી રાખવી જાેઈએ.. બીજી તરફ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે કહ્યું કે પ્રક્રિયાગત ગૂંચવણોને કારણે ગેરલાયકાતની અરજીઓ પર ર્નિણય લેવામાં વિલંબ થવો જાેઈએ નહીં. આ સાથે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને અજિત પવાર જૂથના નવ ધારાસભ્યોને ગૃહના સભ્યપદમાંથી ગેરલાયક ઠેરવવાની વિનંતી કરતી દ્ગઝ્રઁની અરજી પર ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં ર્નિણય લેવા જણાવ્યું છે..

તાજેતરમાં, મહારાષ્ટ્ર સચિવાલય વતી કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેણે દિવાળીની રજાઓ અને વિધાનસભાના શિયાળુ સત્રને ટાંકીને આ મામલે ર્નિણય લેવા માટે ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીનો સમય માંગ્યો હતો, જેના પર કોર્ટે પોતાનું વલણ વ્યક્ત કર્યું હતું. નારાજગી સાથે તેમણે કહ્યું કે આ માટે આટલી લાંબી રાહ જાેવાની જરૂર નથી. દિવાળી અને સત્ર સિવાય ૩૦ દિવસ બાકી છે, તેથી વિધાનસભા અધ્યક્ષે ૩૧ ડિસેમ્બર સુધીમાં આ અંગે ર્નિણય લેવો જાેઈએ.

Related Posts