fbpx
ગુજરાત

૩૧ લાખ પેકેટ પ્રસાદીનું વિતરણ થઈ ગયા બાદ ઘીનાં સેમ્પલ આવ્યાં !અંબાજી મંદિરમાં મોહનથાળ ખાવા લાયક ન્હોતો એ હવે ખબર પડી

અંબાજી મંદિરની ઓળખ એટલે મોહનથાળ. મોહનથાળના પ્રસાદને યથાવત રાખવા માટે અનેક લોકો જંગે ચઢ્યા હતા. ત્યારે પ્રસાદને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. હવે અંબાજી મંદિરના પ્રસાદ મોહનથાળમાં વપરાયેલ ઘી ના નમૂના ફેલ નીકળ્યા છે. ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે લીધેલ નમૂનાઓમાં ભેળસેળ હોવાનુ સામે આવ્યું છે. મોહનથાળ બનાવાવ માટે શુદ્ધ ઘીની જગ્યાએ ભેળસેળવાળું ઘી વાપર્યું હોવાનું સામે આવ્યું છે.

મોહનથાળના ઘીના નમૂના ફેલ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૧૫ કિલોના ૨૦૦ જેટલા ઘીના ડબ્બા ફેલ કર્યા છે. તો જિલ્લા કલેકટરે મંદિરમાં પ્રસાદ બનાવતા કોન્ટ્રાકટરને પણ બ્લેક લિસ્ટ કરાયા છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘીના સેમ્પલ ફેલ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મેળા અગાઉ ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવતા મોહિની કેટરર્સમાંથી ઘીના સેમ્પલ લેવાયા હતા. ફુડ વિભાગે જે-તે સમયે ૧૮૦ ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. આ ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા હતા, જે ફેલ નીકળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે. ૧૫ કિલોનો એક ડબ્બો એટલે કુલ ૩૦૦૦ કિલો ઘી લેબોરેટરી પરીક્ષણમાં ફેલ નીકળ્યુ. આ વિશે કલેક્ટરે જણાવ્યું કે, ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોટા પ્રમાણમાં પ્રસાદ બનાવવાનું કામ હોય છે. જેથી મોટી માાત્રામાં પ્રસાદ માટે ઘીનો વપરાશ થાય છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ૨૮ ઓગસ્ટના રોજ ઘીનું સેમ્પલ લેવાયુ હતું અને આ સેમ્પલ હવે ફેલ નીકળ્યુ છે. આ આખો જથ્થો અમે સીલ કરી લીધો હતો. આ જથ્થામાંથી કોઈ પણ ઘી અમે વાપરવા દીધુ નથી. આ બાદ અમે બનાસ ડેરીમાં વાત કરીને ઘીના જથ્થાની વ્યવસ્થા કરી હતી. આખા મેળા દરમિયાન જે પણ ઘી વપરાયુ છે, અને જે પણ વસ્તુઓ વપરાઈ છે તે ઉચ્ચ ગુણવત્તાવાળી છે. નિયમ અનુસાર, ફૂુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ એક્શન લેશે. આ જથ્થા પર લેબલ અમૂલનું હતું, તેમાં રાજસ્થાનની સરસ ડેરીનો પણ જથ્થો હતો. ૧૫ તારીખે જે વધારાના સેમ્પલ લેવાયા છે તેનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે.

Follow Me:

Related Posts