fbpx
ગુજરાત

૩૭.૮૨ કરોડના ખર્ચે બનેલા આઈકોનિક બસ પોર્ટને મુખ્યમંત્રીએ ખુલ્લું મૂક્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘરે-ઘરે વીજળી પહોંચાડવાના રાજ્ય સરકારની સફળતાની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી. ૧૯૬૦માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ૨૦૦૨ સુધીમાં ૭૦૨ વીજ સબ સ્ટેશન બન્યા હતા. બે દાયકામાં રાજ્યમાં ૧૫૪૯ નવા વીજ સબ-સ્ટેશન બન્યા છે, એટલે કે દર વર્ષે એવરેજ ૭૮ વીજ સબ સ્ટેશનનું નિર્માણ થાય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરમાં ૨૯ હજાર ૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં રૂપિયા ૩૭.૮૨ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ થનારા સીસરાણા ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું હતું. રૂ. ૧૧૮ કરોડના ખર્ચે બનનારું સીસરાણા સબ સ્ટેશન બનાસકાંઠા જિલ્લાના ૨૪ હજાર ખેડૂતો સહિત કુલ ૧ લાખ ૨૦ હજાર ગ્રાહકોને સતત વીજ પૂરવઠો પૂરો પાડવામાં ઉપયોગી બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, રાજ્યમંત્રી કીર્તિસિંહ, સાંસદ દિનેશ આનાવાડીયા, ભરતસિંહ ડાભી, પરબત પટેલ, ધારાસભ્ય અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિકાસ કામોના લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત કર્યાં હતાં. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી દ્વારા રાજ્યમાં આવા અદ્યતન સુવિધાસભર ૭ આઈકોનિક બસપોર્ટ પી.પી.પી.ના ધોરણે નિર્માણ પામીને પેસેન્જર સેવામાં કાર્યરત છે અને ૧૦ સેટેલાઈટ બસ પોર્ટ નિર્માણાધીન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકહિત, જનકલ્યાણ અને અંત્યોદયના કાર્યોને પ્રાધાન્ય આપે છે. વિકાસના પાયામાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા એ ત્રણ બાબત મુખ્ય છે અને તે સૌને મળી રહે તેવું આયોજન સરકારે કર્યું છે. ગામડામાં સારા રસ્તા, સારી આરોગ્ય સેવા, પૂરતી વીજળી આપીને આપણે આ ત્રણેય ક્ષેત્રોમાં અનેક વિકાસ કામો વડાપ્રધાનના માર્ગદર્શનમાં કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. સામાન્ય માનવી, ગરીબ અને છેવાડાના લોકોને સુવિધા સરળતાથી મળે તેવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્ધાર ૮ વર્ષોના તેમના સુશાસનમાં પાર પાડ્યો છે તેમ મુખ્યમંત્રીએ દ્દઢતાપૂર્વક જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કોરોના મહામારી દરમિયાન એસ.ટી નિગમના કર્મચારીઓએ આપેલી સેવાઓની સરાહના કરતાં કહ્યું હતું કે ૨૩ હજાર બસ દ્વારા ૬.૯૯ લાખ મુસાફરોને લાભ આપનારા એસટીના આ સેવકો અભિનંદનને પાત્ર છે.

Follow Me:

Related Posts