ગુજરાત

૩૮ વર્ષીય પરિણીતા હાર્ટ એટેકથી મૃત

સરથાણા યોગીચોક ખાતે રસોઈ કરતી વખતે ૩૮ વર્ષીય પરિણીતા અચાનક બેભાન થઈ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી પરિણીતાને હાર્ટ એટેક આવ્યું હોવાની શક્યતા લાગી રહી છે. યોગીચોક તિરૂપતિ સોસાયટી ખાતે સંજય જોશી પત્ની હિરલબેન સાથે રહે છે ગઈકાલે સાંજે સંજયભાઈ પણ ઘરે હતા ત્યારે તેમની પત્ની હિરલબેન રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક હિરલબેન બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક પતિ સંજય સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે હિરલબેનને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Related Posts