ઠગબાજાેના સમાચાર આપતા પત્રકાર પણ હવે નકલી હોય તેવું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં એક શખ્સે નકલી પત્રકાર બની કરોડોની ખંડણી માગતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીના ઘરે ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા. આ દરોડાના સમાચાર છાપવાની ધમકી આપી વિનય દુબે અને પરિધિ નામની મહિલાએ ૩ કરોડની ખંડણી માગી હતી.વિનય દુબે નામનો શખ્સ યુટ્યુબ ચેનલ ચલાવે છે અને તેને પત્રકાર તરીકેની ઓળખ આપી ખંડણી માગતા ફરિયાદીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે વિનય દુબે અને પરિધિ નામની મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૩ કરોડની ખંડણી માગતા નકલી પત્રકાર અને એક મહિલા વિરુદ્ધ નોધાઈ ફરિયાદ, વિનય દુબે નામનો શખ્સ યુટ્યુબ ચેનલ ચલાવે છે

Recent Comments