fbpx
રાષ્ટ્રીય

૩ જવાનની શહાદત પાછળ આતંકવાદી સંગઠન TRFનો હાથ, ટાર્ગેટ કિલિંગનો હેતુ આ હતો!..

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. જેમાં સેનાના બે જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાનનો સમાવેશ થાય છે. એવી આશંકા છે કે આતંકવાદીઓ પહેલાથી જ દરોડા પાડી ચૂક્યા હતા અને સર્ચ ઓપરેશન માટે સૈન્ય અને પોલીસ ત્યાં પહોંચતા જ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ્‌ઇહ્લ અથવા ધ રેઝિસ્ટન્સ ફોર્સ, જે લશ્કર-એ-તૈયબાના ભરતી કરનાર તરીકે ઓળખાય છે, તેણે હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકવાદી સંગઠનની સંપૂર્ણ કુંડળી વિષે જણાવીએ, લશ્કર-પોલીસની સંયુક્ત ટીમ પર હુમલાની જવાબદારી લશ્કરના રેઝિસ્ટન્સ દળે લીધી હતી. આ આતંકવાદી સંગઠન ૨૦૧૯માં અસ્તિત્વમાં આવ્યું હતું. તે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું પ્યાદુ છે.

આતંકવાદી સંગઠન યુવાનોને ગેરમાર્ગે દોરીને આતંકવાદી સંગઠનોમાં સામેલ કરવાનું કામ કરે છે. સામાન્ય રીતે આ આતંકવાદી સંગઠનને પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી માટે જવાબદાર ગણવામાં આવે છે. હથિયારોની દાણચોરી અને ડ્રગ્સની દાણચોરીના મામલા પણ છે, જેમાં આ આતંકવાદી સંગઠન સામેલ હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેનો કમાન્ડર શેખ સજ્જાદ ગુલ હોવાનું કહેવાય છે. સજ્જાદ નિયુક્ત આતંકવાદી છે અને તે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગમાં સામેલ છે. અનંતનાગ જિલ્લામાં બુધવારે સેના-પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેનાને આતંકીઓ વિશે ટિપ્સ મળી હોવાનું બહાર આવ્યું હતું.

આ પછી સેના અને પોલીસે એક ટીમ બનાવી અને સંયુક્ત સર્ચ ઓપરેશન માટે ત્યાં પહોંચી. આતંકવાદીઓના ગોળીબારમાં રાષ્ટ્રીય રાઈફલ્સના કર્નલ મનપ્રીત સિંહ અને મેજર આશિષ ધૌનચકના ત્રણ જવાનો શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરના ડીએસપી હુમાયુ ભટ્ટ પણ શહીદ થયેલા લોકોમાંથી એક છે. રેઝિસ્ટન્સ ફોર્સના આતંકવાદીઓ અનંતનાગના કોકોરેનાગમાં છુપાયેલા હતા. સેનાને મંગળવારે રાત્રે આ અંગેની ગુપ્ત માહિતી મળી હતી. આ પછી સેનાએ સંયુક્ત ટીમ બનાવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. કર્નલ મનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. સુરક્ષા ટીમ ઊંચાઈ પર હાજર સંભવિત આતંકવાદીઓની શોધમાં આગળ વધી રહી હતી. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં અધિકારીઓ ઘાયલ થયા હતા. આ અંગેના સમાચાર બુધવારે બહાર આવ્યા હતા.ઘાયલ અધિકારીઓને તાત્કાલિક એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. જાેકે આર્મી-પોલીસ ટીમના ત્રણ ઘાયલ જવાનોને બચાવી શકાયા ન હતા.

Follow Me:

Related Posts