fbpx
રાષ્ટ્રીય

૩ જુલાઈએ સળગાવશે વટહુકમની કોપી : કેજરીવાલ

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ અંગે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. દિલ્હી સરકારે પોતાની અરજીમાં કેન્દ્ર સરકારના વટહુકમને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવ્યો છે. દિલ્હી સરકારે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરતા વટહુકમ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. આ સાથે આમ આદમી પાર્ટીએ ૩ જુલાઈએ વટહુકમની કોપી સળગાવવાનો પણ ર્નિણય કર્યો છે. આ પહેલા ૧૧ મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારની અરજી પર પોતાનો ચુકાદો આપતા પોલીસ, જાહેર વ્યવસ્થા અને જમીન સંબંધિત બાબતો સિવાય દિલ્હીમાં તમામ સેવાઓની નિયંત્રણ સત્તા ચૂંટાયેલી સરકારને સોંપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગ કરવાનો અધિકાર દિલ્હી સરકાર પાસે છે. આ સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હીની ચૂંટાયેલી સરકારના દરેક અધિકારમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટના આ ર્નિણયને કેજરીવાલ સરકારની મોટી જીત માનવામાં આવી રહી હતી, પરંતુ મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ૧૯ મેના રોજ કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને કોર્ટના આદેશને ઉલટાવી દીધો. કેન્દ્ર સરકારે પોતાના વટહુકમ દ્વારા અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકાર લેફ્ટનન્ટ ગવર્નરને પાછો આપી દીધો. આ ઓથોરિટીમાં કુલ ત્રણ સભ્યો હશે. પ્રથમ દિલ્હીના સીએમ હતા, બીજા દિલ્હીના મુખ્ય સચિવ હતા અને ત્રીજા સભ્ય દિલ્હીના ગૃહ મુખ્ય સચિવ હતા. ઓથોરિટીના અધ્યક્ષ દિલ્હીના મુખ્યમંત્રીને બનાવવામાં આવશે. વટહુકમ લાવવા પાછળ કેન્દ્ર સરકાર દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે દિલ્હી કોઈ સામાન્ય રાજ્ય નથી, તે દેશની રાજધાની છે અને સુપ્રીમ કોર્ટથી લઈને સંસદ અને રાષ્ટ્રપતિ ભવન સુધી સ્થિત છે. દેશના ઘણા મોટા અધિકારીઓ દિલ્હીમાં જ રહે છે. આવી સ્થિતિમાં જાે કોઈ ક્ષતિ થાય છે, તો તે દેશ અને વિશ્વમાં ભારતની છબીને કલંકિત કરશે. સરકારે કહ્યું કે દિલ્હીમાં લેવાયેલા ર્નિણયથી માત્ર અહીં રહેતા લોકો જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકોને અસર થશે.

Follow Me:

Related Posts