fbpx
ગુજરાત

૩ બાળકોની માતા ઇલેક્ટ્રિક થાંભલા પર ચઢી ગઈકહ્યું, મારે પતિ અને પ્રેમી બંને સાથે રહેવું છે, નહીંતર હું આપઘાત કરી લઈશ

ઘણીવાર સમાજમાં એવા કિસ્સાઓ બનતા હોય છેકે, તેના વિશે જાણીને પણ આપણે ચોંકી જઈએ. પતિ-પત્નીની વચ્ચે કોઈ વો આવી ગઈ હોય એવા કિસ્સાઓ તો તમે ઘણાં સાંભળ્યા હશે, જાેયા પણ હશે. પણ અહીં તો પતિ અને પત્નીની વચ્ચે છે પ્રેમી. એ આવ્યો નથી પણ પત્ની તેને સામેથી જાેડે રાખવા માંગે છે. એના માટે તો એ જીદ્દે ચઢી છે. જીદે પણ કેવી કે ત્રણ-ત્રણ બાળકોની માતા છેક લાઈટના થાંભલે ચઢી ગઈ. આ કિસ્સો છે ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાનો. જ્યાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક મહિલા તેના અવૈધ સંબંધનો ખુલાસો થતાં ઇલેક્ટ્રિક પોલ પર ચઢી ગઈ હતી. મહિલાને ત્રણ બાળકો છે અને તેનું છેલ્લા સાત વર્ષથી અફેર હતું.

તેના પતિને આ વાતની જાણ થતાં જ તેણે વિરોધ કરવાનું શરૂ કર્યું. આ પછી મહિલાએ આત્મહત્યા કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું. ૩ બાળકોની માતા ઇલેક્ટ્રિક થાંભલા પર ચઢી ગઈ, પછી કહ્યું- મારે પતિ અને પ્રેમી બંને સાથે રહેવું છે, નહીંતર…હું આપઘાત કરી લઈશ. લો, બોલો, જ્યારે આવું થાય ત્યારે શું કરવું….પતિએ પડોશી ગામના એક યુવક સાથેના તેના ગેરકાયદેસર સંબંધોને નામંજૂર કર્યા પછી મહિલાએ ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એક મહિના પહેલા તેણે કથિત રીતે એક બિલ્ડિંગના ૫મા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ મહિલાના પ્રેમીએ રેલવે ટ્રેક પર પહોંચીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ફ્રી પ્રેસ જર્નલે સ્થાનિક મીડિયાના અહેવાલોને ટાંકીને આ વાત પ્રકાશિત કરતા ભારે કૂતુહલ સર્જાયું છે. લાઈટના થાંભલે ચઢેલી મહિલા વીજ પોલથી નીચે ઉતરવાની ના પાડી રહી હોય એવો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં મહિલા એવી ડિમાન્ડ કરી રહી હતી કે તેણે પતિ અને પ્રેમી બન્ને જાેઈએ છે. તેને પતિ અને પ્રેમી બન્નેની સાથે રહેવું છે. નહીંતર તે આપઘાત કરી લેશે. અહેવાલો અનુસાર પોલીસ પતિ-પત્ની અને પ્રેમી વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહી છે. આ મહિલા આમ તો પોતાના પ્રેમી સાથે રહેવા માંગે છે. પણ તેને ત્રણ બાળકો હોવાથી તે પોતાના બાળકો અને પતિને પણ છોડવા નથી માંગતી. તેથી તેની માંગ છેકે, તે પતિ અને પ્રેમી બન્ને સાથે રહે. પ્રેમીને પોતાના ઘરમાં રાખવાની વાત પત્નીએ પતિને કરી તો તેનો પતિ ગુસ્સે ભરાયો હતો. તેણે આવું કરવાની ના પડતા પત્ની લાઈટના થાંભલે ચઢી ગઈ હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. ઉલ્લેખનીય છેકે, મહિલા ઈલેક્ટ્રીક પોલ પર ચઢી ગઈ હોવાની માહિતી મળતા જ પોલીસ અને વિજળી વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહિલાને ઝડપથી શાંત કરી પોલ પરથી નીચે ઉતારી હતી. હાલ મહિલા સુરક્ષિત છે.

Follow Me:

Related Posts