બોલિવૂડ

૩ મહિનામાં અમિતાભ બચ્ચનની ૩ ફિલ્મ રિલીઝ થશે

અક્ષય કુમારની જેમ અમિતાભ બચ્ચનની ફિલ્મો પણ સતત રિલીઝ થતી રહે છે. આ વર્ષે એપ્રિલમાં અજય દેવગણ અને રકુલ સાથેની ફિલ્મ રનવે ૩૪ રિલીઝ થઈ હતી. હવે, સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના દરમિયાન દર મહિને અમિતાભ બચ્ચનની એક ફિલ્મ રિલીઝ થવાની છે. અનુપમ ખેર અને ડેની ડેન્ગઝોપ્પા સાથેની ફિલ્મ ઊંચાઈને રાજશ્રી પ્રોડક્શનના સૂરજ બડજાત્યાએ બનાવી છે, જેને ૧૧ નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. રાજશ્રી પ્રોડક્શનની સાથે મહાવીર જૈન અને નતાશા માલપાની ઓસવાલે ઊંચાઈનું પ્રોડક્શન કર્યું છે.

ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટાર્સ સોશિયલમ મીડિયા પર ફોટોગ્રાફ-વીડિયો શેર કરતા હતા. રિસેન્ટલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુડબાયની રિલીઝ ડેટ ૭ ઓક્ટોબર જાહેર થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે નીના ગુપ્તા, પાવેલ ગુલાટી, સુનિલ ગ્રોવર, એલી અવરામ અને સાહિલ મેહતા છે. આ ફિલ્મથી રશ્મિકા મંદાના બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. આ ઉપરાંત ૯મી સપ્ટેમ્બરે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ રહી છે. આમ, સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી દર મહિને બિગ બીની એક ફિલ્મ જાેવા મળશે અને દરેક ફિલ્મમાં તેમના રોલ અલગ-અલગ પ્રકારના છે.

Follow Me:

Related Posts