ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. માર્ક ઝુકરબર્ગે બુધવારે એક ઝટકામાં ૧૧૦૦૦થી વધુ કર્મચારીઓને બહાર કરવાનું ફરમાન જાહેર કરી દીધું. મેટામાં જે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે, તેમાં એક ગુજરાતી મૂળની મહિલા પણ છે. આ મહિલાનું નામ એનેકા પટેલ છે અને તે કંપનીમાં કમ્યુનિકેશન મેનેજરના પોસ્ટ પર હતી. ફેસબુકે એનેકા પટેલને પણ બહારનો રસ્તો દેખાડી દીધો છે. મહિલાએ લખ્યું, ‘હું મારી ત્રણ મહિનાની પુત્રી એમિલિયાને રાત્રે ૩ કલાકે ફીડ કરાવવા માટે ઉઠી હતી. થોડીવાર બાદ મેં મારો ઈમેલ ચેક કર્યો, કારણ કે હું મેટામાં છટણીના સમાચારથી વાકેફ હતી. ત્યારે મેં જાેયું કે મારા ઈમેલ પર પણ છટણીનો લેટર આવ્યો છે. મારા હોશ ઉડી ગયા, હું ખરેખર તૂટી ગઈ. એનેકાએ કહ્યું કે માતા બન્યા બાદ શરૂઆતી કેટલાક મહિના પડકારજનક હોય છે, હવે તેની સામે વધુ એક પડકાર છે. નોંધનીય છે કે એનેકા પટેલની મેટરનિટી લીવ ફેબ્રુઆરી ૨૦૨૩માં સમાપ્ત થઈ રહી છે, પરંતુ ફેસબુકે તેને પહેલા બહાર કરી દીધી. એનેકાએ પોતાની લિંક્ડઇન પોસ્ટ દ્વારા આ વાત જણાવી છે. તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે હાલ તેનું ધ્યાન પોતાની ત્રણ મહિનાની પુત્રી એમીલિયા પર લગાવશે અને નવા વર્ષે ફરી નવું કામ કરશે.
૩ મહિના પહેલા બાળકનો જન્મ, આ ગુજરાતી મૂળની મહિલાની FBએ છટણી કરી

Recent Comments