૩ વર્ષથી હોટેલમાં શરીરસુખ માણનાર પુરુષ પરણિત હોવાનું સામે આવતા ફરિયાદ
અમદાવાદના નરોડામાં રહેતી ૩૩ વર્ષીય મહિલાને એક શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ યુવકે લગ્નની લાલચ આપીને ૩ વર્ષથી દુષ્કર્મ આચર્યું હતુ. જાે કે મહિલાને યુવક પરિણીત હોવાની જાણ થતાં તેણે નરોડા પોલીસ મથકે દુષ્કર્મ વીથ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. નરોડા વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય મહિલા તેના જ વિસ્તારમાં રહેતાં એક યુવકના સંપર્કમાં આવી હતી.
જે બાદ યુવક અને યુવતી રોજ મળતાં હોવાથી બંને વચ્ચે મોબાઈલની આપલે થઈ હતી. જે બાદ બંને એકબીજા સાથે અવારનવાર વાતચીત કરતા હતા. આથીય યુવક અને યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવક મહિલા સાથે લગ્ન કરવાનું કહીને અલગ અલગ હોટેલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાધ્યા હતા. જ્યારે મહિલા યુવકને લગ્ન બાબતે પુછતી ત્યારે યુવક વાત ટાળી દેતો હતો.
મહિલાને જાણ થઈ કે યુવક પહેલેથી પરિણીત છે તે માત્ર લગ્નના નામે તેની સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો છે. આથી યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી નરોડા પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મ વીથ છેતરપિંડીની ફરિયાદ નોંધીને યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
Recent Comments