fbpx
ગુજરાત

૩ વર્ષ પહેલાં છૂટાછેડા થતા એકલવાયું જીવન જીવતી ભાભી પર દેવરે નજર બગાડીવટવા પોલીસે છેડતી અને અશ્લીલ માંગણીના ગુનામાં આરોપીની ધરપકડ કરી

રાજ્યમાં અનેકવાર ભાભી દેવરના સંબંધોને લઈને સમાચાર આવતા હોય છે, ત્યારે અમદાવાદના વટવા વિસ્તારમાં ભાભી પર નજર બગાડનાર દેવરની વટવા પોલીસે ધરપકડ કરી છે. વટવામાં ભાભીની છેડતી કરીને દેવર અશ્લીલ માંગ કરતો હતો.

આખરે દેવરની કરતૂતોથી કંટાળીને ભાભીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપી લીધો છે. અમદાવાદમાં ભાભી અને દેવરના સંબંધને લાંછન લગાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો. પોલીસ કસ્ટડીમાં કાળા બુરખામાં જાેવા મળતા આ શખ્સે પોતાની મા સમાન ભાભી પર નજર બગાડી છે. ઘટના એવી છે કે વટવામાં રહેતી એક મહિલાએ પોતાના દેવરે છેડતી કરીને અશ્લીલ માંગ કરતો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરી છે.

વટવા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. આરોપી છેલ્લા ૩ વર્ષથી એકલવાયું જીવન જીવતી ભાભીને ઘરમાં ઘૂસીને અડપલાં કરીને છેડછાડ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પકડાયેલ આરોપી અપરણિત છે અને મજુરી કામ કરે છે. ફરિયાદી મહિલાના આરોપીના ભાઈ સાથે ૩ વર્ષ પહેલાં છૂટાછેડા થતા એકલવાયું જીવન જીવતી હતી. જેથી દેવરની નજર ભાભી પર બગડી હતી અને તે ભાભીના ઘરે પહોંચી અશ્લીલ માંગ કરતો હતો. ગઈ કાલે પણ દેવર ઘરમાં ઘૂસીને શારીરિક અડપલાં કરતો હતો. જેથી દેવરની હરક્તથી કંટાળી અને પોતાની સુરક્ષા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસે મહિલાનું નિવેદન લઈને આરોપી દેવરની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. વટવા પોલીસે છેડતી અને અશ્લીલ માંગણીના ગુનામાં આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી મહિલાને કેટલા સમયથી પરેશાન કરતો હતો. અને મહિલાના છૂટાછેડાને લઈને શું કારણ હતા. જે તમામ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts