ગુજરાત

૩.૮૪ લાખના વિદેશી દારૂ સાથે બે ઈસમોની ધરપકડ કરતી એલસીબી

બનાસકાંઠા એલસીબીને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે આખોલ તરફથી એક સ્વિફ્ટ ગાડી દારૂ ભરીને ડીસા તરફ આવવાની છે. જે બાતમી હકીકતના આધારે આખોલ ચોકડી પાસે તેઓ વોચમાં હતા. તે દરમિયાન સ્વિફ્ટ ગાડી (જી.જે-૦૧-આરઝેડ-૫૩૧૯) આવતાં તેનો પીછો કરી બનાસ નદીના પુલ ઉપરથી એલસીબી પોલીસે તેને પકડી પાડી હતી.

પોલીસે ગાડીની તપાસ કરતાં ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૯૩ જેટલી બોટલ જેની કિંમત રૂ. ૧ લાખ ૮૩ હજાર ૪૮૦ રૂપિયા સહીત કુલ ૩ લાખ ૮૪ હજાર ૯૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ પોલીસે નરસીરામ જાટ તથા અર્જુનસિંહ રાઠોડને ઝડપી લીધા હતા. ઉપરાંત આ બે સિવાય દારૂ ભરાવનાર રફીક સાંચોર એમ આ ત્રણ વિરૂદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાસકાંઠા એલસીબી પોલીસે એક દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી ઝડપી પાડી છે.

બનાસકાંઠા એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે આખોલ ચોકડી પર પેટ્રોલિંગ દરમિયાન બાતમી વાળી ગાડીનો પીછો કર્યો હતો. તેમજ બનાસ નદીના પુલ ઉપર બે ઈસમો સહિત કુલ રૂ. ૩.૮૪ લાખનો મુદ્દામાલ કબજે લઇ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts