જાે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નો સમય સમાપ્ત થઈ ગયો છે તો તેને રીન્યુ કરાવવા માટે સરકાર ૩૦ દિવસ સુધીનો સમય આપે છે. અને જાે તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ની રીન્યુ કરવામાં વધારે સમય લગાડો છો તો તમારે ફાઈન ભરવું પડે છે. આજના આ લેખ દ્વારા અમે તમને લાયસન્સ કેવી રીતે રિન્યૂ કરવું તેના વિશે માહિતી આપીશું. અમે તમને કેટલીક પ્રક્રિયા જણાવીશું જેને તમે પૂર્ણ કરી સરળતાથી ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરી શકો છો. ૪૦થી વધુ ઉંમરની વ્યક્તિનું લાયસન્સ રિન્યુ કરવા માટે સરકારે ખાસ નિયમો બનાવ્યા છે તેને ફોલો કરવા આવશ્યક છે. દરેક વાહનચાલક માટે ડ્રાઈવિંગ લાયસન્સ સૌથી મહત્વનો દસ્તાવેજ છે,
લાયસન્સનું કામ ઇ્ર્ંથી થાય છે અને ત્યારબાદ તમે રસ્તા પર કાયદાકીય રીતે વાહન ચલાવી શકો છો. આપણામાં મોટાભાગના લોકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ છે પરંતુ આ લાયસન્સ સામાન્ય હોય છે,હવે જમાનો સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સનો છે.સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં માઈક્રોચીપ લાગેલી હોય છે. આ ચીપને સ્કેન કરવાથી સંબંધિત વ્યક્તિની તમામ જાણકારી સામે આવી જાય છે. સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં વ્યક્તિનો બાયોમેટ્રિક ડેટા ઉમેરવામાં આવે છે જેમાં ફિંગર પ્રિન્ટ, બ્લડ ગ્રુપ અને રેટિના સ્કેન જેવી જાણકારીઓ સામેલ છે. જાે તમે પણ સામાન્ય ડ્રાઈવિંગ લાયસન્સને સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં બદલવા માગો છો તો આ જાણકારીમાં કેટલાક સરળ સ્ટેપ બતાવવામાં આવ્યા છે જેને ફોલો કરવાથી તમે સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકો છો. જણાવી દઈએ કે આ પ્રક્રિયાની શરૂઆત એક આવેદનથી થાય છે અને ત્યારબાદ તમારે પ્રોસેસ ફી જમા કરાવવાની હોય છે. આ પ્રોસેસ ફીની કિંમત ૨૦૦ રૂપિયા છે.
ફોલો કરો આ ૫ સ્ટેપ્સઃ
૧. સૌથી પહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની આધિકારીક વેબસાઈટ પર પહોંચો, અહીં તમને ‘ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર સ્માર્ટ કાર્ડ’નો વિકલ્પ મળશે. અહીંથી જ સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ માટેના ફોર્મને ડાઉનલોડ કરો.
૨. ડાઉનલોડ કરેલા ફોર્મને ભરી તેને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અટેચ કરો, આ ફોર્મને ઇ્ર્ં કચેરીએ જમા કરાવો.
૩. ફોર્મ જમા કરાવ્યા બાદ તમારે ૨૦૦ રૂપિયા ફી ભરવી પડશે અને અહીંથી તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે શિડ્યૂલ બુક કરાવી શકો છો.
૪. ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા બાદ તમારે રેટિના સ્કેનિંગ, ફિંગરપ્રિન્ટ અને ફોટોનો બાયોમેટ્રિક આપવો પડશે.
૫. આ કામગીરી બાદ તમારે કઈ કરવાની જરૂર નથી, ઇ્ર્ં વિભાગ તમારા રજીસ્ટર્ડ સરનામા પર સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ થોડાક દિવસમાં જ પહોંચી જશે.



















Recent Comments