fbpx
ગુજરાત

૪૮ કલાકમાં રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે જૌહર કરશે

ગુજરાત એ ભાજપનો ગઢ છે અને પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય છે. પરંતુ હાલ ગુજરાતમાં જે પરિસ્થિતિ જાેવા મળી રહી છે તે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે પંકાયેલા ભાજપ માટે મોટી ચિંતા કહી શકાય કારણ કે હાલ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ભાજપ મજબૂત સીટ એવી રાજકોટ બેઠકથી લોકસભાથી ચૂંટણી લડાવી રહ્યો છે પરંતુ તેમના એક નિવેદન બાદ જે રીતે ગુજરાતનો રાજપૂત સમાજ ભડકેલો છે તે જાેતા સ્થિતિ ઉકળેલા ચરુ જેવી બનેલી છે. એમા પણ હવે પાછું ક્ષત્રાણીઓએ મોટી ચીમકી આપી દીધી છે.

રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પોતાના આ નિવેદન બદલ માફી પણ માંગી પરંતુ આમ છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ ક્ષત્રિયોને વિનંતી કરીને કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જાેઈએ. પરંતુ આમ છતાં ક્ષત્રિયોનો ગુસ્સો ઠંડો પડ્યો નથી. હવે આ સમગ્ર મામલે ગુજરાતના કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે મંગળવારે મોટું નિવેદન આપતા કહ્યું કે અમારી માંગણી છે કે પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. આ સાથે અલ્ટીમેટમ આપતા એમ પણ કહ્યું કે જાે ૪૮ કલાકમાં રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે જૌહર કરશે. એટલું જ નહીં કરણી સેનાના મહિલા પાંખના અધ્યક્ષ અને કાર્યકરી અધ્યક્ષે પણ જૌહર કરવાની વાત કરી છે.

અત્રે જણાવવાનું કે પરષોત્તમ રૂપાલાના જે નિવેદન પર વિવાદ ઊભો થયો છે તેમાં અંગ્રેજાે સાથે રાજપૂતોના રોટીબેટીના વ્યવહારને લઈને ઉલ્લેખ થયો હતો જેના કારણે ક્ષત્રિય સમાજ ખુબ કાળઝાળ જાેવા મળી રહ્યો છે. પહેલીવાર એવું પણ જાેવા મળી રહ્યું છે કે કોઈ મુદ્દાને લઈને ક્ષત્રાણીઓ આટલી આક્રમક તેવરમાં જાેવા મળી રહી છે. એમા પણ પોલીસ દ્વારા મહિલાઓ સાથે જે વ્યવહાર કરાયો તેણે તો જાણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ ઉપરાંત જામનગર ક્ષત્રિય સમાજના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અસ્મિતાબા પરમારે પણ રૂપાલાના નિવેદન પર ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો રૂપાલાના ઘર સામે જ બળીને ભસ્મ થઈ જઈશ. માથું કાપીને બલિદાન આપીશ. અત્રે જણાવવાનું કે પરષોત્તમ રૂપાલા સામે જે રીતે વિરોધ થઈ રહ્યો છે તે ભાજપ માટે તો માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યો હોય તેવું લાગે છે. ભાજપના ગઢ એવા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલાને સામે પડ્યો છે અને ઉમેદવાર બદલવાથી ઓછું કઈ જ નહીં તેના પર મક્કમ થઈ બેઠો છે. જેમાં મહિલાઓ પણ લડત ચલાવતી જાેવા મળી રહી છે.

Follow Me:

Related Posts