બોલિવૂડ

૪ નેશનલ એવોર્ડ વિનર ધનુષ વિશે જાણો રસપ્રદ વાતો

ધનુષે ૧૯ વર્ષની ઉંમરમાં સિનેમામાં એન્ટ્રી કરી હતી અને તેણે ઘણી ટીકાઓ સાંભળવી પડી હતી કેમ કે લોકોએ વિચાર્યું કે તેનામાં મેચ્યોર લુકની કમી છે. આ દરમિયાન ઘણા લોકોએ ટીકા કરી હતી કે તે ‘હીરો જેવો’ જરાય નથી દેખાતો. જાે કે, ધનુષે પોતાની સખત મહેનત અને દ્રઢ સંકલ્પથી એ સાબિત કરી દીધું કે સ્ટાર દરેક આકારમાં આવે છે! તેનું હાર્ડ વર્ક કામમાં આવ્યું અને તે હવે ફિલ્મોના લીડ હીરો તરીકે આવે છે. ધનુષ પોતાની ફિલ્મો માટે સ્ક્રિપ્ટને પસંદ કરવામાં ખાસ ધ્યાન રાખે છે અને તેને હંમેશાં વર્સેટાઈલ ફિલ્મો આપવાનો પ્રયાસ કર્યો છે. જાે કે, તેના કારણે તેને બોક્સ ઓફિસ પર અસફળતા મળી, પરંતુ તે લાંબા સમય સુધી સ્ટેન્ડ રહ્યો અને પછી તેને માત્ર સારી ફિલ્મોનો ભાગ બનવાનો ર્નિણય કર્યો.

સાથે જ તેણે એક સિંગર, મ્યુઝિશિયન, પ્રોડ્યુસર, અને ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ધનુષને એક નહીં પરંતુ ૪ વખત રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે. તેને છટ્ઠઙ્ઘેાટ્ઠઙ્મટ્ઠદ્બ માટે બેસ્ટ એક્ટરની કેટેગરીમાં એવોર્ડ મળ્યો. બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ દ્ભટ્ઠટ્ઠાટ્ઠ સ્ેંંટ્ઠૈમાં તેણે બેસ્ટ કો-પ્રોડ્યુસર તરીકે નેશનલ એવોર્ડ મળ્યો. ફૈજટ્ઠટ્ઠિહટ્ઠૈ માટે તેણે બેસ્ટ કો-પ્રોડ્યુસર કેટેગરીમાં રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો અને પછી ૨૦૧૯માં ૬૭મા નેશનલ એવોર્ડમાં તેને છજેટ્ઠિહ માટે સન્માનિત કરવામાં આવ્યો. તે સિવાય ધનુષને ઘણી વખત ફિલ્મ ફેર એવોર્ડ, ફિલ્મ ફેર સાઉથ એવોર્ડ, વિજય એવોર્ડ, સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ્‌સથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે. બોલિવૂડમાં એક સફળ જીત પછી ધનુષે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું. હિન્દી ફિલ્મમાં કામ કર્યા પછી ધનુષ એક પેન ઈન્ડિયા સ્ટારમાં બદલાય ગયો અને તેને તમામ ભાષાઓની ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.

ધનુષનું ‘વાય ધીસ કોલાવરી ડી’ ગીત ચાર્ટબસ્ટર બની ગયું અને તેનાથી એક્ટરને ઘણી લોકપ્રિયતા મળી હતી. ધનુષે ૨૦૧૮માં અંગ્રેજી ફિલ્મ ‘ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી જર્ની ઓફ ધ ફકીર’થી હોલિવૂડમાં ડેબ્યુ કર્યું અને ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો. વર્લ્ડ લેવલ પર ધનુષની સફળતાએ ભારતીય સિનેમાને ગૌરવ અપાવ્યું. અત્યારે ધનુષ હોલિવૂડ ફિલ્મ ્‌રી ય્ટ્ઠિઅ સ્ટ્ઠહના કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં લોકો તેના સ્ટંટને ઘણા પસંદ કરી રહ્યા છે. એક્ટરની ્‌રી ય્ટ્ઠિઅ સ્ટ્ઠહ જાેઈ રવીના ટંડને પણ તેની પ્રશંસા કરી છે. તેણે તસવીર શેર કરી ધનુષને શુભેચ્છા પાઠવી અને લખ્યું કે તેને ફિલ્મમાં એક્ટિંગ પસંદ આવી છે. ધનુષની નિત્યા મેનનની સાથે ‘્‌રૈિેષ્ઠરૈંટ્ઠિદ્બહ્વટ્ઠઙ્મટ્ઠદ્બ’ ફિલ્મ પર આવવાની છે જે ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Related Posts