વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે છેલ્લે છેલ્લે પણ પાર્ટીઓમાં જાેડ તોડ ચાલું રહી છે. ત્યારે ભિલોડા બેઠક પરના કોંગ્રેસના પીઢ આગેવાન કહી શકાય એવા દિલીપ કટારા કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જાેડાયા છે. ૩૦ ભિલોડા બેઠક પર ભાજપમાંથી પૂર્વ આઇપીએસ પીસી બરંડાને ભિલોડા બેઠકની ચૂંટણીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે સામે કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રનુખ રાજેન્દ્ર પારઘીને મેદાનમાં ઉતર્યા છે. ત્યારે બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર પીસી બરંડાને ભિલોડા બેઠકની ટીકીટ આપી છે. ભાજપના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભિલોડામાં ચૂંટણી સભા માટે આવ્યા હતા અને આ સભામાં ૫૦ વર્ષોથી જેમનું આખું ખાનદાન કોંગ્રેસમાં રહ્યાં એવા પૂર્વ ધારાસભ્ય કલજી કટારાના પુત્ર અને પીઢ કોંગ્રેસી આગ્રણી દિલીપ કટારા પોતાના ૧૦૦૦ કરતા વધુ સમર્થકો સાથે કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જાેડાયા છે. ત્યારે ભિલોડા કોંગ્રેસમાં ભારે ભૂકંપ સર્જાયો છે.
૫૦ વર્ષથી કોંગ્રેસમાં રહેલા અને પૂર્વ ધારાસભ્ય કલજી કટારાના પુત્ર ભાજપમાં જાેડાયા

Recent Comments