૫૦ વર્ષ બાદ ખાસ નક્ષત્ર અને યોગમાં આવે છે હનુમાન જયંતિ
ચૈત્ર સુદ પુનમને ગુરુવાર તા.૬ના દિવસે હનુમાન જયંતિ છે. આ દિવસે સવારે હસ્ત નક્ષત્ર ૧૨.૪૦ સુધી છે ત્યાર બાદ ચિત્રા નક્ષત્ર છે આથી હસ્ત અને ચિત્રા બંને નક્ષત્રમાં હનુમાન જયંતિ ઉત્તમ ગણવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં થયેલ આથી આ વર્ષે પણ બપોર થી ચિત્રા નક્ષત્ર છે.આથી હનુમાન જયંતિ વધારે ઉત્તમ ગણાશે.
હનુમાનજી દાદા ચિરંજીવી છે આથી પૃથ્વી ઉપર હંમેશા હાજર હોય છે. ખાસ કરીને રામકથા જયાં ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજરી આપે છે. તે ઉપરાંત કળિયુગમાં હનુમાનજી તુરંત દૂર કરે છે.નાસે રોગ હરે સબ પિડા, હનુમાનજીની ઉપાસનાથી જીવનની બધીજ બીમારી દુર થાય છે તથા ખાસ કરીને આ ઘોર કળિયુગમાં હનુમાનજીની પુજા ઉપાસનાથી જીવનની બધીજ પીડાઓ દુર થાય છે. શનિની નાની- મોટી પનોતીની પીડા પણ દુર થાય છે. રાહુ પીડા પણ દુર થાય છે.
હનુમાનજીની પૂજા કરવા માટે હનુમાનજયંતિના દિવસે ભાઈઓએ બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરી તેના ઉપર હનુમાનજીની છબી રાખવી, બાજુમા સરસવના તેલનો ફૂલ વાટ નો દિવો કરવો, ગણપતિ દાદા, શ્રીરામચંદ્ર ભગવાનનું નામ લઈ અને હનુમાનજીને ચંદનનો ચાંદલો કરવો પોતે પણ ચાંદલો ચોખા કરવા ત્યારે બાદ ૭. ૧૧,૨૧ કે ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા સુંદરકાંડનો પાઠ કરવો.ઉપરાંત ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરૂ ફટ્ સ્વાહા મંત્રનો જાપ પણ કરી શકાય. હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ બહેનો પણ કરી શકે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને સુખડી નૈવેધ ધરવું ઉત્તમ છે. હનુમાનજીને ૨૧ અડદના ઘણા ચડાવવા, સરસવનું તેલ ચડાવવુ પણ ઉત્તમ અને પીડા નાશક છે. હનુમાનજીને નિવેદ્યમાં સુખડી – લાડવા તે ઉપરાંત ફળફળાદી ધરવા પણ ઉત્તમ છે. હનુમાનજી ને આંકડાની માળા લવિગ તુલસી માળા આ બધુ હનુમાનજીને પ્રિય છે. હનુમાનજીની પૂજા કરવા બેસો ત્યારે ખાસ કરીને લાલ અથવા કેસરી વસ્ત્રો પહેરવા પણ ઉત્તમ ગણાય છે.
બટુક ભોજન નુ મહત્વ —– આ દિવસે બટુક ભોજન કરાવવાનું પણ ખાસ મહત્વ છે નાના બાળકોનુ મન એકદમ ભોળું હોય છે અને ભોળા લોકોને ભગવાન તુરંત પ્રસન્ન થાય છે આથી જ બાળકોને ભગવાનનુ સ્વરૂપ ગણવામાં આવે છે આથી આ દિવસે બટુક ભોજન કરાવવાથી હનુમાનજી તુરંત પ્રસન્ન થાય છે.
Recent Comments