આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે અમદાવાદમાં શ્રાવણના પ્રથમ સોમવારે કાવડીયાઓ કાવડમાં ગંગાજળ લઈને અભિષેક માટે પહોંચ્યા છે. નાગરવેલ હનુમાનથી ગાંધીનગર સુધી તમામ કાવડિયાઓની પગપાળા યાત્રા પૂર્ણ કરાઇ. શ્રાવણના પ્રથમ સોમવારે આ યાત્રા પૂર્ણ કરાઇ છે. ૫૫ કિમીની પદયાત્રા કરી કાવડિયા ગાંધીનગર અમરનાથ ધામ પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓની ભારે ભીડ અહીં જાેવા મળ હતી. ૪૦૦૦ કાવડીયાઓ દ્વારા જળાભિષેક અને ૭૫૧ દીવાની મહાઆરતી પણ કરવામાં આવી હતી. છેલ્લા ૯ વર્ષથી આ કાવડયાત્રા યોજવામાં આવી રહી છે. જેને આ વર્ષે પણ વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના તમામ ધાર્મિક સ્થળો પર આજે ભક્તોની ભારે ભીડ જામશે. જેમાં ગાંધીનગર અમરનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું છે.
૫૫ કિમીની પદયાત્રા કરી કાવડિયા ગાંધીનગર અમરનાથ ધામ પહોંચ્યા

Recent Comments