૫ જુલાઇએ રથયાત્રા અંગે ર્નિણય કરાય તેવી શક્યતાઓ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની નગરચર્ચાને લઈને જીએસટીવી પર સૌથી મોટા સમાચાર આવ્યાં છે. ભગવાન જગન્નાથ રથયાત્રા પર નજરચર્યાએ નીકળશે કે નહીં તેને લઈને ૫ જુલાઈએ ર્નિણય કરવામાં આવશે. જગન્નાથજીની રથયાત્રામાં દેશભરમાંથી સાધુ સંતો આવે છે.
જાે કે આ વર્ષે ગીરનારમાથી સંતો રથયાત્રામા જાેડાશે નહી.રથયાત્રા અંગે ભલે હુજ કોઈ ર્નિણય ન લેવાયો હોય પરંતુ રથયાત્રા નીકળશે તેને લઈને મંદિરમાં સૂચક તૈયારીઓ શરૂ થઈ છે. ૧૨૦ ખલાસીઓના લીસ્ટ મંદિર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની ઓફિસ ખાતે મેયર સહિતના અધિકારીઓ નાથનું સ્વાગત કરસે.સરસપુર મંદિરમાં ભાણેજ વધામણા થશે. આ વર્ષે પ્રથમ વાર રથયાત્રાનો સમય ગાળો ટૂંકાવવામાં આવશે. વહેલી સવારે ૭ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી રથ નિજ મંદિર પહોંચે તેવી તંત્ર અને મંદિર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Recent Comments