‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’નું કેરેક્ટર ભજવીને અદા કરીને વર્ષો સુધી ઓડિયંસના દિલો પર રાજ કરનારી એક્ટ્રેસ દિશા વાકાણીને શો છોડ્યાને હવે ૫ વર્ષથી વધુ સમય થઇ ચુક્યો છે. પરંતુ આજે પણ ફેન્સ તેને અને તેના કેરેક્ટરને ભૂલી નથી શક્યા. વર્ષ ૨૦૧૭માં દિશા વાકાણીએ મેટરનિટી લીવ લીધી હતી અને તે બાદ તે ફરી ક્યારેય શોમાં જાેવા ન મળી. ટીવીની દુનિયાથી અંતર જાળવ્યા બાદ આ એક્ટ્રેસ એક લાંબા સમયથી લાઇમલાઇટથી ગાયબ છે. એક્ટ્રેસના ફેન્સ વર્ષોથી તેને સ્ક્રીન પર જાેવા માટે મીટ માંડીને બેઠા છે, પરંતુ આખરે તેમની આતુરતાનો અંત આવી ગયો છે. જાે તમે વિચારી રહ્યા છો કે દિશા વાકાણી શોમાં કમબેક કરી રહી છે? તો જણાવી દઇએ કે આ એક્ટ્રેસ શોમાં પરત નથી આવી રહી, પરંતુ હાલમાં જ તેની એક ઝલક જાેવા મળી છે. ખરેખર, હાલમાં જ ‘દયાબેન’ ઉર્ફે એક્ટ્રેસ દિશા વાકાણીએ પોતાના એક ફેન સાથે મુલાકાત કરી હતી. આ કપલે એક્ટ્રેસ સાથે પોતાની મુલાકાત પર બ્લોગ બનાવ્યો છે અને તેને યુટ્યુબ પર શેર પણ કર્યો છે. યુટ્યુબ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક્ટ્રેસ બિલકુલ અલગ જ અંદાજમાં જાેવા મળી રહી છે.
મેકઅપ વિના ઓળખવી પણ મુશ્કેલ- શો પર સજી-ધજીને રહેતી દયાબેન આ વીડિયોમાં મેકઅપ વિના જાેવા મળી રહી છે. એક્ટ્રેસને મેકઅપ વિના પહેલી નજરે ઓળખી પણ નહીં શકો, કોઇ પણ તેને પહેલી નજરમાં ઓળખી ન શકે. તેવામાં દિશા કપલના આ વીડિયોમાં તેનો ચહેરો એડિટ કરવા માટે કહી રહી છે. ‘પોતાના માટે સમય નથી મળતો’ – આ કપલ એક્ટ્રેસને એક ગિફ્ટ પણ આપે છે પરંતુ તે લેવાનો ઇનકાર કરી દે છે. જાે કે ફેન્સની જિદ સામે તે હાર માની લે છે અને આખરે તે ગિફ્ટ લઇ લે છે. વાતચીત દરમિયાન દિશા કપલને જણાવે છે કે, હવે તે બે બાળકોની મા છે જેના કારણે તેને પોતાના માટે સમય નથી મળતો. જણાવી દઇએ કે, તારક મહેતા શોમાં ઘણા નવા કેરેક્ટર સામેલ કરવામાં આવ્યા છે પરંતુ વર્ષોથી દયાબેનની કમી કોઇ પૂરી કરી શક્યું નથી. શોના પ્રોડ્યુસર અસિત મોદી દયાબેનની ફરી એન્ટ્રીને લઇને ઘણીવાર વાત કરી ચુક્યા છે પરંતુ હજુ સુધી ફેન્સ તેના શોમાં પરત ફરવાની રાહ જાેઇ રહ્યાં છે. એક ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ કહ્યું, દયાબેનનો રોલ કરવો સરળ નથી. દિશાએ જે રીતે આ રોલ કર્યો છે તે સૌકોઇ જાણે છે. આજે પણ તેની કમી અનુભવાય છે. આ રોલ માટે નવી એક્ટ્રેસ શોધવી સરળ નથી. દિશાની જગ્યા લેવી અશક્ય છે. તેમાં સમય લાગે છે પરંતુ દયાબેન જલ્દી જ પરત ફરશે.
Recent Comments