fbpx
ગુજરાત

૫ વર્ષમાં ૨૪૦ દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા ફટકારી

‘ડેથ પેનલ્ટી ઇન ઇન્ડિયા ૨૦૨૦’ પ્રમાણે, છેલ્લા ૫ વર્ષમાં અદાલતો દ્વારા વિવિધ ગુનાઓમાં કુલ ૬૦૬ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે જેમાં ૨૪૦ આરોપીઓ દુષ્કર્મના છે. ગુજરાતમાં ૬ આરોપીઓ ફાંસીની સજાના વેઇટિંગ લિસ્ટમાં છે. ૨૦૧૬થી ૨૦૨૦ સુધી રાજ્યમાં કુલ ૧૧ આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ, દુષ્કર્મના બનાવોમાં ૯૪ ટકા કેસોમાં આરોપી પીડિતાના જાણકાર જ હતા. ૨૦૦૪ની ૧૪મી ઑગસ્ટે કોલકતામાં ધનંજય ચેટર્જીને ફાંસી આપવામાં આવી હતી. ૨૦૨૦ની ૨૦મી માર્ચે દિલ્હી ગેંગરેપના ચાર આરોપીઓ મુકેશસિંહ, અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન શર્માને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા. એક આંકડા પ્રમાણે હજૂ ૪૦૦થી વધારે આરોપી ફાંસીની સજા માટે જેલમાં છે. છેલ્લે દિલ્હી ગેંગ રેપના આરોપીઓને ફાંસીની સજા અપાઈ હતી. એક રિપોર્ટ પ્રમાણે, ૨૦૧૮માં દેશમાં કુલ ૧૬૩ આરોપીને ફાંસીની સજા ફરમાવાઇ.જે ૨૦ વર્ષમાં સૌથી મોટો આંકડો હતો. ૨૦૧૯માં આ આકડો ૧૦૩ થઇ ગયો હતોસુરતમાં માત્ર ૯ દિવસમાં બીજા દુષ્કર્મીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં ૧૦ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ પાશવી હત્યા કરનાર ૨૪ વર્ષના દિનેશ બાઇસાનેને સેશન કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. દુષ્કર્મની આ ઘટના ૨૦૨૦ની ૭ ડિસેમ્બરે ઘટી હતી. જાે કે લાંબી કાનૂની પ્રક્રિયાને કારણે દેશમાં છેલ્લા ૨૧ વર્ષમાં માત્ર ૫ દુષ્કર્મીને જ ફાંસી અપાઈ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ પ્રમાણે, રાજ્યમાં છેલ્લા ૩ વર્ષમાં દુષ્કર્મના ૧૫૬૮ કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાકાળમાં પણ રોજના એકથી વધારે દુષ્કર્મની ઘટનાઓ બનતી હતી. વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં દુષ્કર્મના કુલ ૧.૫૯ લાખ કેસ પેન્ડિંગ હતા. અંદાજે ૯૪ ટકા કેસો પેન્ડિંગ રહે છે. ૨૦૨૦માં મહિલાઓ સામે ગુનાઓમાં કુલ ૧૬૯૬૯ કેસોમાં આરોપીઓને દોષિત જાહેર કરાયા હતા જેમાંથી ૩૮૧૪ દુષ્કર્મના આરોપી હતા. છેલ્લા ૨૦ વર્ષમાં ૮ આરોપીઓને ફાંસી આપવામાં આવી છે જેમાંથી ૫ દુષ્કર્મના આરોપીઓને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts