છત્તીસગઢના સરગુજા જિલ્લામાં નમન રાજવાડેને પોલીસ આરક્ષક પદે નિમણૂક કરવામાં આવી છે. નમનની ઉંમર હજુ માત્ર ૫ વર્ષની છે. સરગુજા પોલીસ અધિક્ષક ભાવના ગુપ્તાએ નમનને નિમણૂકપત્ર આપ્યો છે. સરગુજા જિલ્લામાં આરક્ષક તરીકે ફરજ બજાવતા રાજકુમાર રાજવાડેની ૩જી સપ્ટેમ્બર ૨૦૨૧ના દિવસે અકસ્માતમાં મોત થઈ ગઈ હતી. ત્યારે દિવંગત આરક્ષકની પત્ની અને ૫ વર્ષીય દિકરો નમન છે. પોલીસ હેડ ક્વોર્ટરના આદેશ પ્રમાણે નમનને અનુકંપા નિમણૂક અંતર્ગત બાળ આરક્ષક પદે નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એસપી ભાવના ગુપ્તાએ દિવંગત આરક્ષકની પત્નીને પોલીસ વિભાગના સહયોગ માટે આશ્વાસન આપ્યું હતું. ત્યારે સેલેરી અને અન્ય સુવિધાઓને લાભ મળશે તેવું જણાવ્યું હતું. એસપીએ ૫ વર્ષીય નમનને નિમણૂક પત્ર આપતા જણાવ્યુ હતુ કે, હવે તમે પણ પોલીસ બની ગયા છો. નિયમ પ્રમાણે, ૧૮ વર્ષ પૂરા કરતાંની સાથે જ નમનને પૂર્ણ આરક્ષકનો દરજ્જાે મળશે. તો પાંચ વર્ષીય બાળકને નિમણૂક પત્ર આપતી વખતે પોલીસ અધિક્ષક ભાવના ગુપ્તાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ભાવના ગુપ્તા નમન સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે અને તેમને નિમણૂકપત્ર આપી રહ્યા છે.
૫ વર્ષીય બાળક પોલીસ કોન્સ્ટેબલ, જીઁ બોલ્યાં – “તમે પણ હવે પોલીસ બની ગયા!”


















Recent Comments