fbpx
ભાવનગર

૬૭૦૦૦ યુવા તથા મહિલાઓને ખાસ ઝુંબેશ હેઠળ નવા મતદારો ઉમેરાયા

“મારુ મતદાન, મારી જવાબદારી” ના સૂત્રને સ્વીકારી ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન કરવા  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પારેખે અપીલ કરી છે.

ગુજરાત રાજ્ય વિધાનસભા ૨૦૨૨ ની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાં ૧-ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ મતદાન થનારું છે ત્યારે નિર્ભય અને નિષ્પક્ષ રીતે લોકશાહીના પર્વને ઉજવીને વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા જણાવાયું છે.

કલેકટરશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાની બેઠકોમાં સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન થનાર છે મતદાન કરવા માટે મતદારે ચૂંટણી કાર્ડ સહિત ચૂંટણી પંચે નક્કી કરેલા બાર જેટલા પુરાવાઓ સાથે રાખી મતદાન કરી શકશે.

ઇલેક્શન કમિશન દ્વારા યુવા મતદારો તથા મહિલા મતદારો માટે ખાસ ઝુંબેશ હેઠળ આવા ૬૭૦૦૦ નવા મતદારોને ઉમેર્યા છે.

જિલ્લા કલેકટરશ્રી દ્વારા સામાજિક સંસ્થાઓ તેમજ એન.જી.ઓ.ને મતદાન જાગૃતિના અભિયાનમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં ઓછી મતદારોની સંખ્યા ધરાવતા વિસ્તારોમાં હાલ અવસર રથ ફરીને લોકોને મતદાન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત મતદારોને મતદાન કરવા જાગૃત કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.          

Follow Me:

Related Posts