fbpx
રાષ્ટ્રીય

૭૦ કિલોમીટર સુધી ડ્રાઈવર વિના ટ્રેન પાટા પર દોડી, સાથે મોટી દુર્ઘટના પણ ટળીજમ્મુના કઠુઆમાં માલગાડી ટ્રેન ડ્રાઈવર વગર દોડવા લાગી, ૭૦ કિલોમીટર દુર હોશિયારપુરમાં રોકી દેવામાં આપી

આજે રવિવારે સવારે જ્યારે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે જમ્મુમાં એક આશ્ચર્યજનક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જમ્મુના કઠુઆમાં, એક માલસામાન ટ્રેન રેલવે ટ્રેક પર જાેરદાર સ્પીડથી દોડવા લાગી હતી, પરંતુ લોકોને જ્યારે ખબર પડી કે આ ટ્રેન પોતાની રીતે દોડી રહી છે ત્યારે આ ટ્રેનમાં કોઈ ડ્રાઈવર નહોતો. આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા અને ચારેબાજુ ખળભળાટ મચી ગયો હતો. આજે સવારે એટલે કે ૨૫મી ફેબ્રુઆરીના રોજ સવારે ૮.૪૭ વાગ્યે ક્રશરથી ભરેલી એક માલગાડી જમ્મુના કઠુઆ સ્ટેશનથી પંજાબના હોશિયારપુર તરફ ઝડપથી દોડવા લાગી હતી. ટ્રેનમાં કોઈ ડ્રાઈવર હાજર નહોતો.

આ ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓએ આ ટ્રેનને રોકવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ઢોળાવ વાળા રૂટને કારણે ટ્રેને ખૂબ જ સ્પીડ પકડી લીધી હતી, જેના કારણે ચારેબાજુ અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. અધિકારીઓએ ટ્રેન નંબર સાથે દરેક જગ્યાએ જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રેન નંબર ૧૪૮૦૬ કઠુઆ તરફથી આવી રહી છે. અધિકારીઓ ટ્રેનના રૂટ પર સતત અપડેટ આપી રહ્યા હતા, જેના કારણે કઠુઆથી લગભગ ૭૦ કિલોમીટર દૂર હોશિયારપુરના દસુહામાં ટ્રેનને ઘણી મહેનત પછી રોકી દેવામાં આવી હતી.

રેલવે કર્મચારીઓએ દસુહા ખાતે રેલવે ટ્રેક પર લાકડાના બ્લોક મૂકીને ટ્રેનને રોકવામાં સફળતા મેળવી હતી. ટ્રેનના ડ્રાઈવરે જણાવ્યું કે તે હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો અને ક્યાંક ચાલ્યો ગયો હતો, ત્યારબાદ ઢાળને કારણે ટ્રેન આપમેળે પાટા પર ચાલવા લાગી હતી. તેણે કહ્યું કે જ્યારે ટ્રેન ચાલવા લાગી ત્યારે તે ત્યાં હાજર ન હતો. જાે કે હાલ આ ઘટનામાં કોઈને કોઈ નુકસાન થયું નથી. ડ્રાઇવરને કારણ બતાવવા છતાં, આ ઘટના ખરેખર કેવી રીતે બની તેની તપાસ કરવા ફિરોઝપુરથી ટીમ જમ્મુ પહોંચી રહી છે.

Follow Me:

Related Posts