fbpx
રાષ્ટ્રીય

૭૦ વર્ષમાં દેશમાં જે પણ સંપત્તિનું સર્જન થયું તેને મોદી સરકારે વેચવાનો ર્નિણય કર્યો : રાહુલ

ગેઈલની પાઈપ લાઈન, પેટ્રોલિયમની પાઈપલાઈન, મ્જીદ્ગન્ અને સ્‌દ્ગન્પણ કેન્દ્રએ વેચી દીધા છે. કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (દ્ગસ્ઁ)પ્રોગ્રામ અંગે રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર આ યોજના મારફતે દેશના સરકારી સંશાધનોને વેચવાનો આરોપ લગાવ્યો છે. મંગળવારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે છેલ્લા ૭૦ વર્ષમાં દેશની જે પણ મૂડીનું સર્જન થયું તેને મોદી સરકાર સરકાર વેચવાનું કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રેલવેને ખાનગીક્ષેત્રને વેચવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ ઁ મોદીના નારાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભાજપનો નારો હતો કે ૭૦ વર્ષમાં કંઈ જ થયું નથી. ગઈકાલે નાણાંમંત્રીએ દેશમાં જે પણ ૭૦ વર્ષમાં સર્જન થયું છે તેને વેચવાની જાહેરાત કરી છે.

દેશના યુવાનો પાસેથી કેન્દ્રએ રોજગારી છીનવી લીધી છે, કોરોનામાં કોઈ મદદ થઈ નથી, ખેડૂતો માટે ત્રણ કૃષિ કાયદા તૈયાર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કૃષિ કાયદા મુદ્દે પણ કેન્દ્રને ઘેરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મોદી સરકારે ૧.૬ લાખ કરોડનો રોડવેઝ વેચી દીધો. દેશનીના કરોડરજ્જા તરીકે ઓળખ ધરાવતી રેલવેને પણ રૂપિયા ૧.૫ લાખ કરોડમાં વેચી દીધી છે.ગેઈલની પાઈપ લાઈન, પેટ્રોલિયમની પાઈપલાઈન, મ્જીદ્ગન્ અને સ્‌દ્ગન્ને પણ કેન્દ્રએ વેચી દીધા છે. વેરહાઉસિંગને પણ કેન્દ્ર સરકાર વેચી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રેલવે દેશનું કરોડરજ્જુ છે. ગરીબ વ્યક્તિ એક શહેરથી અન્ય શહેર રેલવે વગર મુસાફરી કરી શકતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે જાે રેલવેને ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવશે તો લોકોની રોજગારી પણ જાેખમમાં આવી જશે.

Follow Me:

Related Posts