બોલિવૂડ

૭૧મી મિસ વર્લ્ડ પેજન્ટ સ્પર્ધાનું આયોજન, સિની શેટ્ટી ભારતનું પ્રતિનિધિત્વ કરશે

આ વખતે ૭૧મી મિસ વર્લ્ડ પેજન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત ૨૦ ફેબ્રુઆરીએ થઈ ગઈ છે. જ્યારે ૯મી માર્ચે જિયો મુંબઈ કન્વેન્શનમાં ફિનાલે યોજાશે. સિની શેટ્ટી મિસ વર્લ્ડ ૨૦૨૪માં ભારત તરફથી ભાગ લઈ રહી છે. ૨૧ વર્ષની ઉંમરે તે ૨૦૨૨માં ફેમિના મિસ ઈન્ડિયાની વિજેતા બની હતી. (મિસ વર્લ્ડમાં ભાગ લેવા માટે મિસ ઈન્ડિયા જીતવી જરૂરી છે.) આ સિવાય સિની શેટ્ટીએ ઘણા ખિતાબ પોતાના નામે કર્યા છે. સિની શેટ્ટી મોડલિંગ કરે છે અને સોશિયલ મીડિયા પર તેની લાંબી ફેન ફોલોઈંગ પણ છે. ભારતની સિની શેટ્ટી ૨૦૨૪ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં ૧૨૦ સ્પર્ધકો સાથે સ્પર્ધા કરતી જાેવા મળશે. તે ઇન્સ્ટા પર તેના સ્ટાઇલિશ અને ખૂબસૂરત લુક્સ શેર કરતી રહે છે. અત્યારે ચાલો તેના વિશે કેટલીક વાતો જાણીએ.

તમને જણાવી દઈએ કે સિની શેટ્ટી સાઉથ ઈન્ડિયન બ્યુટી છે. વાસ્તવમાં સિની શેટ્ટી મૂળ કર્ણાટકની છે, પરંતુ તેનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો છે અને તેણે તેનું શિક્ષણ પણ મુંબઈમાં જ મેળવ્યું હતું. સિની શેટ્ટીના પિતા સિની શેટ્ટી બ્યુટી વિથ બ્રેઈન છે, તે મોડલિંગની સાથે-સાથે અભ્યાસમાં પણ આગળ છે. ૨૨ વર્ષની મોડલ અને ફેમિના મિસ ઈન્ડિયા ટ્રોફી ધારક સિની શેટ્ટીએ એકાઉન્ટિંગ અને ફાયનાન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. સિની શેટ્ટીને નાનપણથી જ ડાન્સ કરવાનો શોખ છે. તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર પણ છે. સિની શેટ્ટી ડાન્સિંગ સિવાય પેઇન્ટિંગ, બેડમિન્ટન રમવાનો અને રસોઈની પણ શોખીન છે. વર્ષ ૨૦૨૨માં ફેમિસા મિસ ઈન્ડિયા જીતવા ઉપરાંત, તેણે દ્ગૈંહ્લડ્ઢ મિસ ટેલેન્ટનું સબ ટાઈટલ જીત્યું હતું. આ સિવાય તે ‘મિસ બોડી બ્યુટીફુલ’ રહી ચૂકી છે. સિની શેટ્ટીએ અભ્યાસ દરમિયાન મોડલિંગમાં પણ પ્રવેશ કર્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૭માં માનુષી છિલ્લરે ભારત તરફથી મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો.

Related Posts