ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને ભારતની સૌથી અમીર મહિલા વિશે જણાવીશું. સ્ટીલ, પાવર, સિમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સંકળાયેલી કંપની જિંદાલ ગ્રૂપની ચેરપર્સન એમેરિટસ સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા છે. સાવિત્રી એકમાત્ર ભારતીય મહિલા અબજાેપતિ છે જે ભારતના ટોપ-૧૦ ધનિકોની યાદીમાં સામેલ છે. ૨૦૦૫ માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જિંદાલ ગ્રૂપના સ્થાપક ઓમ પ્રકાશ જિંદાલના મૃત્યુ પછી, સાવિત્રીએ જિંદાલ ગ્રૂપનું બિઝનેસ સામ્રાજ્ય સંભાળ્યું.
બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ અનુસાર, સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ ૪૦ અબજ ડોલર છે. ગ્રુપની કંપનીઓ તેમના ચાર પુત્રોમાં વહેંચવામાં આવી છે. જિંદાલ ગ્રુપની સૌથી વધુ સંપત્તિ સજ્જન જિંદાલ પાસે છે. સજ્જન જિંદાલ પાસે ત્નજીઉ સ્ટીલની જવાબદારી છે. જ્યારે નાનો પુત્ર નવીન જિંદાલ સ્ટીલ અને પાવરનું સંચાલન કરે છે. સાવિત્રી જિંદાલનો જન્મ ૨૦ માર્ચ ૧૯૫૦ના રોજ આસામના તિનસુકિયામાં થયો હતો. ૧૯૭૦ ના દાયકામાં, તેણીએ જિંદાલ જૂથના સ્થાપક ઉદ્યોગપતિ ઓમ પ્રકાશ જિંદાલ સાથે લગ્ન કર્યા. જિંદાલ ગ્રૂપનો બિઝનેસ સ્ટીલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ અને પેઈન્ટ સહિત અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે. સાવિત્રીએ રાજનીતિની સાથે બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો છે. વર્ષ ૨૦૧૪માં, તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના નેતા ડૉ. કમલ ગુપ્તાને હરાવ્યા હતા. જાેકે, તાજેતરમાં જ તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તેમાં જાેડાયા છે.
Recent Comments