ભાવનગર

૭૬માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પારેખ કોલેજ, મહુવા ખાતે કરાશે

        ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે તા.૧૫-૦૮-૨૦૨૨ ના રોજ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન ભાવનગર જિલ્લાના પ્રભારી તથા  વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને કે.વી.પારેખ કોલેજ, મોટા જાદરા રોડ, મહુવા ખાતે કરવામાં આવ્યું છે.

        મંત્રીશ્રી સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન કરાવીને કાર્યક્રમની વિધિવત શરૂઆત કરાવશે.

        આ અવસરે કલેકટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ગણમાન્ય નાગરિકો અને મહુવાના નગરજનો ઉપસ્થિત રહેશે.

Related Posts