fbpx
રાષ્ટ્રીય

૭૬ હજાર કરોડના હથિયાર ખરીદવાને મંજૂરી મળી

રક્ષા મંત્રાલય પ્રમાણે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની સોમવારે થયેલી બેઠકમાં એરફોર્સ, નેવી અને કોસ્ટ ગાર્ડ

માટે કુલ ૭૬૩૯૦ કરોડની ખરીદી માટે અસ્પેન્ટ્‌સ ઓફ નેસેસિટીને મંજૂરી આપવામાં આવી. એઓએન કોઈપણ

રક્ષા ખરીદ માટે થનાર ટેન્ડરની પ્રથમ પ્રક્રિયા હોય છે. ડીએસી એટલે કે રક્ષા અધિગ્રહણ પરિષદે આ ખરીદીને

બાય-ઈન્ડિયા, બાય એન્ડ મેક ઈન્ડિયા અને બાય-ઈન્ડિયા-આઈડીડીએમ એટલે કે ઈન્ડિજેસન ડિઝાઇન ડેવલોપમેન્ટ

એન્ડ મેન્યુફેક્ચરની કેટેગરીમાં મંજૂરી આપવામાં આવી છે. રક્ષામંત્રાલયે આર્મી માટે બ્રિઝ બનાવનાર ટેન્ક, એન્ટી

ટેન્ક ગાઇડેડ મિસાઇલ એટલે કે એટીજીએમથી યુક્ત વ્હીલ્ડ આર્મર્ડ ફાઇટિંગ વ્હીકલ્સ, રફ ટેરેન ફોર્ક લિફ્ટ ટ્રક

(આરએફએલટી) અને વેપન લોકેટિંગરડાર ખરીદવાને મંજૂરી આપવામાં આવી છે. ઈન્ડિયન નેવી માટે ૩૬ હજાર

કરોડની કોર્વિટ્‌સ (યુદ્ધ જહાજ) ને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ યુદ્ધ જહાજાેની સંખ્યા જણાવવામાં આવી

નથી પરંતુ રક્ષા મંત્રાલય પ્રમાણે આ નેક્સ્ટ જનરેશન કોર્વિટ વર્સેટાઇલ યુદ્ધ જહાજ હશે. આ યુદ્ધ જહાજ સર્વિલાન્સ

મિશન, એસ્કોર્ટ ઓપરેશન્સ, સરફેસ એક્શન ગ્રુપ, સર્વ એન્ડ એટેક અને સમુદ્રી સુરક્ષા માટે ઉપયોગ કરવામાં

આવશે. સંરક્ષણ ક્ષેત્રમાં ભારત આર્ત્મનિભરતા તરફ આગળ વધી રહ્યું છે. આ દિશામાં મહત્વનું પગલું ભરતા

સંરક્ષણ સંપાદન પરિષદે સોમવારે ૭૬ હજાર કરોડની ટેન્ક, ટ્રક, યુદ્ધ જહાજ અને વિમાનોના એન્જિન ખરીદવાને

મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ હથિયારો અને સૈન્ય સામાન

ખરીદવાને મંજૂરી આપી છે.

Follow Me:

Related Posts