fbpx
રાષ્ટ્રીય

૭૭માં સ્વતંત્રતા દિવસ નિમિતે ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોને તટરક્ષક મેડલ કરાયા એનાયત

૭૭મા સ્વતંત્રતા દિવસના અવસરે, ભારતના રાષ્ટ્રપતિએ ભારતીય કોસ્ટ ગાર્ડ (ૈંઝ્રય્) ના જવાનોને તટરક્ષક મેડલ એનાયત કર્યા. આવા કુલ ૫ મેડલમાંથી, ૨ કોસ્ટ ગાર્ડના જવાનોને ગુજરાત રાજ્યમાં તેમની સક્રિય સેવા દરમિયાન પરાક્રમો અને પ્રસંશનીય કામગીરીના ભાગ રૂપે એનાયત કરવામાં આવ્યા છે. ડીઆઈજી કે. આર દીપક કુમારને ૈંઝ્રય્માં તેમની ૩ દાયકાની ગુણવત્તાપૂર્ણ આપેલી સેવા ને લઈ તટરક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યો છે. જે અગાઉના ૈંઝ્રય્ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર – ૧૫ (ઉત્તર ગુજરાત) તરીકે ઓપરેશનલ અને વહીવટી ક્ષેત્રોમાં તેમની એકલ સિદ્ધિઓને કારણે છે, જે ઓપરેશનલ રીતે સૌથી વધુ સક્રિય માનવામાં આવે છે, અને તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે સંવેદનશીલ પણ છે.

કમાન્ડન્ટ (જેજી) અનુરાગ શુક્લાને ૈંઝ્રય્ જહાજના કમાન્ડિંગ ઓફિસર તરીકેના તેમના નેતૃત્વ માટે તટરક્ષક મેડલ (શૌર્ય) થી નવાજવામાં આવ્યા છે. મહત્વનુ છે કે તેમણે પડકારજનક પરિસ્થિતિઓમાં માદક દ્રવ્ય વિરોધમાં ચલાવવામાં આવેલું ઓપરેશન માં સફળતાને લઈ આપવામાં આવ્યું છે. આ દરમ્યાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા. છ્‌જી એ ગુજરાત સાથેની આ સંયુક્ત કામગીરીને કારણે પાકિસ્તાની બોટ અને ગુનેગારોને હથિયારો સાથે મળીને પકડવામાં આવ્યા હતા. વધુમાં, જણાવ્યા અનુસાર ૈંઁજી, જીજીઁ છ્‌જી (ગુજરાત) ને ડાયરેક્ટર જનરલ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાતની બહારના દરિયાઈ ઝોનમાં ૈંઝ્રય્ સાથે પ્રીમિયર એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત કામગીરીમાં તેમની મહત્વની ભૂમિકા માટે પ્રશંસા કરવામાં આવી છે.

Follow Me:

Related Posts