fbpx
ગુજરાત

૭ જાન્યુઆરી સુધીમાં ૨.૫ લાખ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ

રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.રસી માટે વાલીઓ ઓનલાઈન ુુુ.ર્ષ્ઠુૈહ.ર્ખ્તદૃ.ૈહ પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરના કોબાથી વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ કરાવ્યો છે. બીજી બાજુ અમદાવાદમાં પણ સ્કૂલોમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. શહેરની સ્કૂલોના કેમ્પસમાં રસી માટે અલગ અલગ રૂમની ફાળવણી કરવામાં આવી છે. ઈસનપુરની વેદાંત સ્કૂલમાં રસી લેનાર કિશોર અને કિશોરીઓને કપાળે તિળક કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમની વેક્સિનેશન રૂમમાં મોકલવામાં આવી રહ્યાં છે. તમામ વિદ્યાર્થીઓને સ્કૂલના ગ્રાઉન્ડમાં સોશિયલ ડિસ્ટનસ સાથે બેસાડવામાં આવ્યા છે, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા પણ સ્કૂલમાં હાજર રહ્યા છે.સ્કૂલમા ૧૫ થી ૧૮ વર્ષના ૧૦૦૦ જેટલા બાળકો છે જે તમામને રસી આપવામાં આવશે.અમદાવાદ જિલ્લાના ૧૫-૧૮ વર્ષના અંદાજિત ૧,૦૫,૫૬૮ વિદ્યાર્થીઓને આજથી કોવેક્સિનની રસી આપવામાં આવશે. સ્કૂલો, પીએચએસી સેન્ટર, સબ સેન્ટર પર પણ બાળકોને વેક્સિન આપવાનું આયોજન કરાયું છે.

આરબીએસકે ટીમ અને શિક્ષકોની ટીમ કાઉન્સેલિંગ કરીને વિદ્યાર્થીઓને વેક્સિન અપાવવા વાલીઓ તૈયાર થાય તે રીતે સમજાવાશે. પીએચસી સેન્ટર પર તારીખ-સમય ફાળવાશે. સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી રસી આપવામાં આવશે.આ કામગીરીમાં જિલ્લાનો ૩૫૦ આરોગ્ય સ્ટાફ અને શિક્ષકો મળી અંદાજે ૮૦૦નો સ્ટાફ કાર્યરત રહેશે. ૩થી ૭ જાન્યુઆરી દરમિયાન વિદ્યાર્થીઓને જિલ્લાની ૨૦૪ સરકારી અને ૭૮ ખાનગી મળી કુલ ૨૮૨ સ્કૂલો સહિત અન્ય સ્થળોએ રસી આપવા આયોજન કરાયું છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન માટે આવેલા ૯ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે. તે ઉપરાંત તેમણે સિવિલના સ્પેશિયલ વોર્ડનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે વધુ વિદ્યાર્થીઓ રસી લે તેવી અપીલ પણ કરી હતી. બીજી બાજુ શહેરની વેજલપુર વિસ્તારની ઇઇ ત્રિવેદી સ્કૂલમાં રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આજે ૩૦૦થી વધુ બાળકોને વેકસીન અપાશે. શહેરમાં વિદ્યાર્થીઓમાં વેક્સિનેશનને લઈને ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ઇઇ ત્રિવેદી સ્કૂલમાં વેક્સિન લેનાર પહેલી વિદ્યાર્થિની પૂજા અદરેશિયાએ જણાવ્યું કે હસી લેતા પહેલા કન્ફ્યુઝનની સાથે એક્સાઇટમનેટ હતું, પરંતુ હવે વેક્સિન લીધા બાદ સારું લાગી રહ્યુ છે.

તેણે તમામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. પ્રથમ દિવસે શહેરની ૮૦ સ્કૂલ અને ૮૦ અર્બન હેલ્થ સેન્ટર પર ૧ લાખ વિદ્યાર્થીઓને રસી મૂકવાનો ટાર્ગેટ પૂરો કરી શકાય તેટલો સ્ટોક મ્યુનિ.એ તૈયાર રાખ્યો છે. રસી માટે વાલીઓ ઓનલાઈન ુુુ.ર્ષ્ઠુૈહ.ર્ખ્તદૃ.ૈહ પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે. તમામ વિદ્યાર્થીઓને કોવેક્સિન રસી મૂકવામાં આવશે. શહેરની ૭૦૦ સ્કૂલના ૧૫થી ૧૮ વર્ષના ૨.૫ લાખ બાળકને ૭ જાન્યુઆરી સુધીમાં રસી આપવાનો લક્ષ્યાંક છે.

Follow Me:

Related Posts