૮મીથી અમેરિકાના દરવાજા ખુલશે બંને ડોઝ લેવાવાળા માટે
કોરોનાના નવા કેસો અને હોસ્પિટલમાં સારવાર મેળવનારા દર્દીઓની સંખ્યા ઘટવાને પગલે કોરોના નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. જાે કે મરણાંક હાલ સરેરાશ રોજ ૧૭૦૦નો છે જે પખવાડિયા પૂર્વે ૧૫૦૦ હતો. જ્યાં રસી લેનારાનું પ્રમાણ ઓછું છે ત્યાં કોરોનાના કેસો વધારે નોંધાઇ રહ્યા છે. નોર્થ ડાકોટા, વ્યોમિંગ, અલાસ્કા અને મિનેસોટામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વિસ્તારોમાં ૬૭ ટકા વસ્તીનું રસીકરણ થઇ ગયું છે. જાે કે વ્યોમિંગમાં રસીકરણ ૪૩ ટકા અને વેસ્ટ વર્જિનિયામાં તો તેનાથી પણ ઓછું છે. જેને કારણે આ વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. વળી જ્યાં સો કરતાં વધારે કર્મચારીઓ કામ કરતા હોય તેવા દરેક બિઝનેસમાં કામના સ્થળે રસીકરણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬,૪૪૬ કેસો નોંધાયા છે અને ૧૧૦૬ જણાના મોત થયા છે.
પ્રમુખ પુતિને સ્થાનિક અધિકારીઓને ૬૦ વર્ષ કરતાં વધારે વયના લોકો જેમણે રસી ન લીધી હોય તેમને ઘરમાં જ રહેવાનો તથા નાઇટ કલબો અને અન્ય મનોરંજન સ્થળો બંધ કરવાનો આદેશ આપવા જણાવ્યું છે. આ ઉપરાંત જાહેર પરિવહનમાં માસ્ક પહેરવાના નિયમનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.ભારત સહિત તમામ દેશોના કોરોનાની બે રસીઓ લેનારા પ્રવાસીઓ માટે આઠમી નવેમ્બરથી યુએસએના દરવાજા ખૂલી જશે. આ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ તેમના દેશમાં ફલાઇટ પકડતા પૂર્વે કોરોના નેગેટિવ હોવાનો પુરાવો દર્શાવવો પડશે તેમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ નવી ઇન્ટરનેશનલ એર ટ્રાવેલ સિસ્ટમ હેઠળ વિદેશી પ્રવાસીઓએ યુએસએમાં વિમાનપ્રવાસ કરવા માટે કોરોનાની બંને રસીઓ લીધેલી હોવી જાેઇશે. નવી સિસ્ટમમાં ટેસ્ટિંગ જરૂરિયાતોને કડક બનાવવામાં આવી છે, કોન્ટેેકટ ટ્રેસિંગ અને માસ્ક પહેરવા પર પણ ભાર મુકવામાં આવ્યો છે. અમેરિકનોની અને ઇન્ટરનેશનલ એર ટ્રાવેલની સુરક્ષા માટે આ કડક સુરક્ષા પ્રોટોકોલને અનુસરવામાં આવશે. આ જાહેરાત સાથે તમામ દેેશો અને તમામ પ્રાંતો પરથી યુએસ દ્વારા તમામ પ્રવાસ નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર પ્રવાસીઓએ તેમનો રસીનો દરજ્જાે દર્શાવવો પડશે અને એરલાઇન્સે પ્રવાસીઓના નામ અને જન્મ તારીખને રસીના રેકોર્ડ સાથે સરખાવવાનો રહેશે. પ્રવાસીઓએ એફડીએ દ્વારા અથવા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રમાણિત રસી લીધેલી હોવી જાેઇએ. જે લોકો રસી લીધાનો પુરાવો દર્શાવી ન શકે તેમણે પ્રવાસના એક દિવસ પૂર્વે કોરોના નેગેટિવ ટેસ્ટ કરાવ્યો હોવાના પુરાવા રજૂ કરવા પડશે. અઢાર વર્ષથી ઓછી વયના બાળકોને રસીકરણની જરૂરિયાતમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. બેથી સત્તર વર્ષના બાળકોએ પ્રિ-ડિપાર્ચર ટેસ્ટ કરાવવાનો રહેશે. રસી લઇને પ્રવાસ કરનારા પુખ્ત વયના પ્રવાસી સાથે પ્રવાસ કરનારા બાળકોએ ફલાઇટના ત્રણ દિવસ પૂર્વે કોરોના નેગેટિવ ટેસ્ટ કરાવવાનો રહેશે જ્યારે એકલા કે રસી ન લીધી ન હોય તેવા પુખ્ત વયના પ્રવાસી સાથે પ્રવાસ કરનાર બાળકે પ્રવાસના એક દિવસ પૂર્વે કોરોના નેગેટિવ ટેસ્ટ મેળવવાનો રહેશે. યુએસમાં ૧૩ સપ્ટેમ્બરમાં કોરોનાના દૈનિક નવા કેસો ૧,૭૩,૦૦૦ નોંધાયા હતા તેની સામે હવે હાલ સરેરાશ ૭૩,૦૦૦ નવા કેસો નોંધાઇ રહ્યા છે. એજ રીતે સપ્ટેમ્બરના આરંભે ૪૭,૦૦૦ કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા તેની સામે હાલ અડધા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.
Recent Comments