૮૦ દિવસ સુધી રોજ એક ટ્રેન અમદાવાદથી અયોધ્યા જશેઅયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરનાં દર્શન કરવા ૨ મહિના સુધી વારાફરતી આવજાે : અમિત શાહ
ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા જવા માટે હવે અમદાવાદથી રોજ એક ટ્રેન ઉપડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી છે. કલોલના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે હું આપને આમંત્રણ આપવા આવ્યો છું. તમે ૨ મહિના સુધી વારાફરતી અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરનાં દર્શન કરવા માટે આવજાે. ૨૨ જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે ૮૦ દિવસ સુધી રોજ એક ટ્રેન અમદાવાદથી અયોધ્યા જશે. જેમાં ગુજરાતના રામ ભક્તો અયોધ્યા જઈ શકશે.
સરદાર પટેલ ગ્રુપ દ્વારા આયોજિત એકતા સંમેલનમાં આજે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. જ્યાં ૧૫ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. હિન્દૂ એકતા માટે એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત શાહે હાજરી આપીને જણાવ્યું હતું કે, હું સપગ ગ્રુપના લોકોનું ધન્યવાદ માનું છું. સરદાર પટેલનું કામ આપણને ગુજરાતમાં રહીને ખબર પડે ના પડે. જયારે લક્ષદ્વિવ જઈએ અને મુસ્લિમ યુવાઓ કહે કે અમે ભારતનો હિસ્સો છે ત્યારે સરદારનું કામ ખબર પડે.
જયારે જાેધપુર અને હૈદરાબાદ જઈએ ત્યારે ખબર પડે. ૫૦૦થી વધુ રાજા રજવાડાઓને પાકિસ્તાન સાથે જાેડાવું કે ભારત સાથે જાેડાવવું તેની પરવાનગી આપી દીધી હતી. પણ તેઓ એ સમયે સરદારને નહી ઓળખતા હોય. ભારતને અખંડ દેશ બનાવવાનું કામ સરદારે માત્ર ૧.૫ વર્ષમાં પૂર્ણ કર્યું. અમિત શાહે ઉમેર્યું હતું કે, ગુજરાતથી ગયો ત્યારે સરદારને હું અડધો પડધો જ જાણતો હતો. પણ જયારે ભાજપનો અધ્યક્ષ બન્યો અને ભારત ફર્યો ત્યારે લોકો સાથે મળ્યો, તેમણે કહ્યું કે સરદાર જાે પ્રથમ પ્રધાનમંત્રી હોત તો ક્યારનો ભારત મહાસત્તા બની ગયો હોત.
અમિત શાહે સભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસીઓએ વર્ષો વર્ષ અન્યાય કર્યો છે. વર્ષો વર્ષ હંમેશા પોતાની દુકાન ચલાવી છે. જેનો એવોર્ડ ઉપર સૌથી પહેલો અધિકાર હતો તેમને એવોર્ડ મળતા ૪૦ વર્ષ થઇ ગયા. તેમના અંતિમ સંસ્કારની જગ્યાએ સ્મારક પણ ન બનાવ્યા. એ સમયે જયારે ૩૭૦ અને ૩૫ છ લાગુ થયા ત્યારે તેને કાયમી ન બનવા દેવાનું કામ સરદારે કર્યું અને તેને દૂર કરવાનું કામ બીજા ગુજરાતી નરેન્દ્ર ભાઈએ કર્યું. તેમણે જણાવ્યું હતું કે, આજે હું અહીં આપ સૌને આમંત્રણ આપવા આવ્યો છું. ૨૨ મી જાન્યુઆરીએ તો ભીડ હશે. બે મહિનામાં તમે સૌ વારીવારીએ આવજાે. અમદાવાદથી રોજ એક ટ્રેન જવાની છે.
Recent Comments